Ahmedabad News/ અમદાવાદ પોલીસની“ઓપરેશન સાયબર હંટ” હેઠળ મોટી કાર્યવાહી

અમદાવાદ શહેર પોલીસે “ઓપરેશન સાયબર હંટ”(Operation Cyber Hunt) અંતર્ગત સાયબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી(Opration) કરી

Gujarat Ahmedabad
“ઓપરેશન સાયબર હંટ”(Operation Cyber Hunt) અંતર્ગત સાયબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી

Ahmedabad News : ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસે “ઓપરેશન સાયબર હંટ”(Opration Cyber Hunt) અંતર્ગત સાયબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી(Operation) કરી છે. મદદનીશ પોલીસ કમિશ્નર “કે” ડિવિઝન કચેરીની ટીમે ગુનાહિત ટોળકીના સભ્યોને શોધી કાઢીને પ્રશંસનીય કામગીરી કરી છે.

“ઓપરેશન સાયબર હંટ”(Operation Cyber Hunt) અંતર્ગત સાયબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર, અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૨, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-6 અને મદદનીશ પોલીસ કમિશ્નર “કે” ડિવિઝનના માર્ગદર્શન મુજબ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી ગુપ્ત બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી.

પકડાયેલા આરોપીઓમાં
(૧) આફતાબ અનવરહુસેન શેખ (રાજપુર-ગોમતીપુર),
(૨) સૈયદ અલ્તાફ હુસેન ઉમર હુસેન (સરસપુર),
જ્યારે (૩) તોકીર અહેમદ અનિશ અહેમદ (ગોમતીપુર) ફરાર છે.

આ આરોપીઓ ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી બેંક ઓફ બરોડાની ગીતામંદિર બ્રાન્ચમાં પોતાના ખાતા દ્વારા સાયબર ફ્રોડના પૈસા કમિશન પર લેતા હતા. તેઓ લોકો સાથે છેતરપિંડી કરીને મેળવેલા રૂપિયા પોતાના ખાતામાં જમા કરીને પછી અલગ-અલગ માધ્યમથી ઉપાડી લેતા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દેશના વિવિધ રાજ્યોમાં સક્રિય સાયબર ગેંગ સાથે સંકળાયેલા હતા. ઓડિશાની બે ફરિયાદોમાં રૂપિયા 13,46,800 અને પશ્ચિમ બંગાળની બે ફરિયાદોમાં રૂપિયા 64,294 મળી કુલ રૂપિયા 14,11,094ની છેતરપિંડી કરવામાં આવી હતી.

આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 112(2), 317(4), 317(5) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા આ ગેંગ સામે કડક કાર્યવાહી(Opration) કરીને સાયબર ક્રાઈમને લગતી મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો : સિમ વગર ચાલતા WhatsApp-Telegram પર લાગશે રોક! સાયબર ક્રાઈમ રોકવા સરકારનો કડક નિયમ

આ પણ વાંચો : સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, જામતારા ગેંગ સાથે જોડાયેલા 3 આરોપી ઝડપાયા

આ પણ વાંચો : આણંદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, સાયબર ફ્રોડ ગેંગના 2 આરોપી ઝડપાયા