India IMD Update/ દિલ્હી-યુપી સહિત અનેક રાજ્યોમાં શીત લહેરની ચેતવણી,શ્રીનગરમાં -2 ડિગ્રી નોંધાયું

આજે ઘણા રાજ્યોમાં શીત લહેર ની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD)એ ભારતના દિલ્હી સહિત 15 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યા છે.

NATIONAL Top Stories India
શીત લહેરથી ભારત ઠૂઠવાશે

India IMD Update: ભારતમાં જેમ જેમ ડિસેમ્બર મહિનો નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશના મોટાભાગના ભાગો શીત લહેરની પકડમાં આવી ગયા છે. ઠંડી ઝડપથી ફેલાઈ રહી છે. આજે ઘણા રાજ્યોમાં શીત લહેરની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાન સહિત લગભગ 15 રાજ્યોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની રેડ અને ઓરેન્જ ચેતવણી જાહેર કરી છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ઠંડીનું મોજું ફરી વળ્યું

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કાશ્મીરમાં ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન હિમાંક બિંદુથી નીચે રહ્યું અને હિમાચલ પ્રદેશમાં ઘણા સ્થળોએ તાપમાન સામાન્યથી નીચે રહ્યું હતું. લાહૌલ-સ્પીતિ અને કિન્નૌરના આદિવાસી જિલ્લાઓમાં શૂન્યથી ઓછા તાપમાનને કારણે કુદરતી જળ સ્ત્રોતો થીજી ગયા છે.

ગુરુવારે સવારે કાશ્મીરના ઘણા ભાગોમાં હળવી ધુમ્મસ છવાયું હતું. જોજી લા પાસમાં સૌથી ઓછું તાપમાન -18.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

કાશ્મીરમાં વૃક્ષો પર બરફનું જાડું સ્તર-શીત લહેર આગાહી 

કાશ્મીર અને લદ્દાખના ઉપલા ભાગોમાં વૃક્ષો પર બરફના સ્તરો એકઠા થયા છે. પાણીના સ્ત્રોતો પણ આંશિક રીતે થીજી ગયા છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 0.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

નલિયામાં લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી નોંધાયું હતુ

પંજાબના ફરીદકોટમાં તાપમાન 4.9 ડિગ્રી નોંધાયું હતું. ચંદીગઢમાં લઘુત્તમ તાપમાન 6.9 ડિગ્રી, અંબાલામાં 8.7 ડિગ્રી અને હિસારમાં 6.4 ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનમાં ફતેહપુર સીકર ચાર ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.

ઓડિશામાં સામાન્ય જીવન પ્રભાવિત

ઓડિશાના કેટલાક ભાગોમાં શીત લહેરને કારણે સામાન્ય જીવનને ગંભીર અસર થઈ હતી. રાજ્યના 30માંથી 11 જિલ્લામાં ઓછામાં ઓછા 15 સ્થળોએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. કોરાપુટ જિલ્લાના સેમિલીગુડામાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હીથી બિહાર સુધી ઠંડીનો કહેર, ચાર રાજ્યોમાં વરસાદની ચેતવણી 

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું મોજું યથાવત, પવનની ગતિમાં વધારો,સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડી વધારો

આ પણ વાંચો:ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, કાશ્મીરમાં તાપમાન શૂન્યથી 4 ડિગ્રી નીચે અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી