બંગાળી સિનેમામાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોલકાતામાં આજે વધુ એક મોડલ અભિનેત્રીએ આત્મહત્યા કરી છે. મંજુષા નિયોગી નો મૃતદેહ આજે તેના પાટુલીના ઘરમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
બંગાળી અભિનેત્રીઓએ કર્યો આપઘાત
છેલ્લા ત્રણ દિવસમાં અભિનેત્રીનું આ બીજું મોત છે. આપને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 15 દિવસમાં કોલકાતામાં ત્રણ અભિનેત્રીઓના મોત થયા છે. આ ખરેખર ચોંકાવનારી ઘટના છે. તેની શરૂઆત નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી પલ્લવી ડેના મૃત્યુથી થઈ હતી. 15 મે ના રોજ પલ્લવીની લાશ તેના ઘરમાં ફાંસીથી લટકતી મળી આવી હતી. પલ્લવીના પરિવારે હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને લિવ-ઈનમાં રહેતા પલ્લવીના બોયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી હતી.
અભિનેત્રી વિદિશાના મૃત્યુની તપાસ ચાલુ છે
આ પછી મોડલ અને અભિનેત્રી વિદિશા ડે મજુમદારનો મૃતદેહ પણ બે દિવસ પહેલા ઉત્તર કોલકાતામાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. વિદિશાએ સુસાઈડ નોટ પણ લખી હતી અને મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા ન હતા. પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અભિનેત્રીના બોયફ્રેન્ડ સાથેના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે. વિદિશાના મિત્રોનું કહેવું છે કે અભિનેત્રી તેના બોયફ્રેન્ડના કારણે ડિપ્રેશનમાં હતી. વિદિશાએ પોતાની સુસાઈડ નોટમાં પોતાને કેન્સર હોવાનું લખ્યું હતું. જે તેને ન હતું.
આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. મંજુષા નિયોગી અને વિદિશા ખૂબ સારા મિત્રો હોવાનું કહેવાય છે. મંજુષાની માતાના કહેવા પ્રમાણે, વિદિશાના મૃત્યુ બાદથી મંજુષા ડિપ્રેશનમાં હતી. પોલીસે મંજુષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મંજુષા અને વિદિશાના મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ છે કે પછી કંઈક બીજું છે. પોલીસ તપાસમાં ટૂંક સમયમાં જાણવા મળશે.
આ પણ વાંચો:ગાયોમાં લંપી રોગનો અજગરી ભરડો, એક સાથે ૪૦ ગાયોની દફનવિધિ
આ પણ વાંચો:પીએમ મોદીએ કહ્યું, લોકોને ટેક્નોલોજીનો ડર બતાવવામાં આવ્યો, અમે લોકો સુધી પહોંચવાનું કામ કર્યું
આ પણ વાંચો:શું રાહુલ ગાંધીને બ્રિટન જતા પહેલા કેન્દ્રની મંજૂરીની જરૂર હતી, જાણો શું કહે છે નિયમો

