કલોલ,
લોખંડી પૂરૂષ સરદાર સાહેબની પ્રતિમાનું અપમાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના છે કલોલ પાસેના શેરથા ગામની છે. શેરથા ગામમાં સરદાર સાહેબની પ્રતિમાને પ્લાસ્ટિકની બોટલ અને ઝાડના પાંદડાનો હાર પહેરાવીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે.
દ્રશ્યોમાં તમે જોઇ શકો છે કે કેવી રીતે સરદાર સાહેબને લીલા કલરની બોટલોનો હાર પહેરાવવામાં આવ્યો છે. જો કે સરદાર સાહેબના આ પ્રકારના અપમાનથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ તો શેરથા ગામમાં અગ્નિ જેવો માહોલ ફેલાઇ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રતિમા વર્ષ 1992માં અનાવરણ કરવામાં આવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
સ્થાનિકોનું માનવું છે કે આ પ્રકારનું કારસ્તાન કોઇ અજાણ્યા શખ્સો કર્યુ છે અને અજાણ્યા શખ્સો આ પ્રકારનું કારસ્તાન કરીને ફરાર થઇ ગયા છે. ત્યારે હાલ તો અડાલજ પોલીસ દ્વારા સરદાર સાહેબને હાર પહેરાવનાર અજાણ્યા શખ્સો વિરુદ્ઘ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
