Not Set/ સજ્જાદ લોનને CM બનાવવા અંગેના નિવેદન બાદ J & Kના રાજ્યપાલે મારી પલટી, કહ્યું કઈક ખાસ

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં PDPના નેતુત્વ હેઠળ કેટલીક સહયોગી પાર્ટીઓ દ્વારા કરાયેલા સરકાર બનાવવા દાવા બાદ રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યની વિધાનસભા ભંગ કરી હતી, ત્યારબાદ હવે આ મામલે વધુ એક ગરમાવો જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે હવે પોતાના દ્વારા સજ્જાદ લોનને મુખ્યમંત્રી બનાવવા માટે આપવામાં આવેલા નિવેદન અંગે પલટી મારી છે. તેઓએ આ મુદ્દે જણાવતા […]

Top Stories India Trending

નવી દિલ્હી,

જમ્મુ-કાશ્મીરમાં PDPના નેતુત્વ હેઠળ કેટલીક સહયોગી પાર્ટીઓ દ્વારા કરાયેલા સરકાર બનાવવા દાવા બાદ રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યની વિધાનસભા ભંગ કરી હતી, ત્યારબાદ હવે આ મામલે વધુ એક ગરમાવો જોવા મળી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે હવે પોતાના દ્વારા સજ્જાદ લોનને મુખ્યમંત્રી બનાવવા માટે આપવામાં આવેલા નિવેદન અંગે પલટી મારી છે.

Image result for sajjad lone

તેઓએ આ મુદ્દે જણાવતા કહ્યું હતું કે, “દિલ્હી (સરકાર) સજ્જાદ લોનને CM બનાવવા માંગતી હતી, પરંતુ હું આ પ્રકારે કરું છું તો બેઈમાની કહેવાશે”.

જો કે રાજ્યપાલના આ નિવેદન પર રાજનૈતિક હિલચાલ જોતા જ તેઓએ કહ્યું, “પોતાના નિવેદનને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યું છે, હું એ આ પ્રકારની કોઈ વાત કહી જ ન હતી”.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ગ્વાલિયરની એક પ્રાઈવેટ યુનિવર્સીટીના દીક્ષાંત સમારોહમાં સત્યપાલ માલિકે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર દ્વારા સજ્જાદ લોનને CM બનાવવા માટે કહેવામાં આવ્યું છે. જો હું આ પ્રકારે કરું તો તે બેઈમાની હશે. આ જ કારણે રાજ્યની વિધાનસભા ભંગ કરી હતી”.

એક ન્યુઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર દ્વારા મારા ઉપર દબાણ ઉભું કરવામાં આવ્યું હતો તો મારે સજ્જાદ લોનને CM બનાવવા પડ્યા હોત”.