Halvad News/ હળવદમાં ગટર મુદ્દે નગરપાલિકાને તાળું મારવાનો મામલો: AAP તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો

હળવદમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને નગરપાલિકા (Halvad Nagarpalika) કચેરી ખાતે વિરોધ દરમિયાન શટર બંધ કરી દેવાના મામલે AAP તાલુકા પ્રમુખ સહિત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કચેરીમાં હાજર બે મહિલા કર્મચારીઓની તબિયત લથડ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others Breaking News
Halvad Nagarpalika કચેરીને તાળું મારતાં AAP નેતા સામે ફરિયાદ

Halvad News: હળવદ નગરપાલિકા (Halvad Nagarpalika) કચેરીમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને થયેલા વિરોધ બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પાલિકા કચેરીનું શટર બહારથી બંધ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ બાદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે. આ દરમિયાન કચેરીની અંદર બે મહિલા સફાઈ કર્મચારીઓ હાજર હોવાનું અને શટર બંધ થઈ જતાં તેઓ અંદર ફસાઈ ગયાનું ફરિયાદમાં જણાવાયું છે. લાંબા સમય સુધી બહાર ન નીકળી શકતાં બંને કર્મચારીઓને ગભરામણ તથા છાતીમાં દુખાવાની તકલીફ થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

Halvad Nagarpalikaછ ગટર ઉભરાવાની સમસ્યાને લઈને રોષ

હળવદની સિદ્ધિવિનાયક સોસાયટી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સમસ્યાના ઉકેલની રજૂઆત કરવા સ્થાનિકો અને રાજકીય આગેવાનો નગરપાલિકા (Halvad Nagarpalika) કચેરી ખાતે પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હોવાનો આરોપ છે. આ સમયે નગરપાલિકા (Halvad Nagarpalika) કચેરીનું શટર બહારથી બંધ કરી દેવામાં આવ્યું હતું.

બે મહિલા કર્મચારીઓ કચેરીમાં ફસાયાં

ફરિયાદમાં જણાવ્યા મુજબ, શટર બંધ કરવામાં આવ્યું ત્યારે નગરપાલિકા કચેરી (Halvad Nagarpalika)ની અંદર બે મહિલા સફાઈ કર્મચારીઓ હાજર હતાં. બહારથી શટર બંધ થઈ જતાં બંને કર્મચારીઓ અંદર ફસાઈ ગયાં હતાં. બંધિયાર જગ્યામાં લાંબો સમય રહેવાના કારણે બંને મહિલાઓ ગભરાઈ ગયાં હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ સાથે ગભરામણ અને છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે પાલિકા કચેરી ખાતે સ્થિતિ વધુ ગંભીર બની હોવાનું જણાવાયું છે.

AAP તાલુકા પ્રમુખ સહિત ત્રણ સામે ફરિયાદ

આ સમગ્ર મામલે નિસર્ગ ધામેચા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ચંદુ મોરી, તેમજ પારસ મહેતા અને પ્રશાંત ચાવડા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ સહિતની લાગુ પડતી કલમો હેઠળ તપાસ શરૂ કરી હોવાનું જણાવાયું છે.

આરોપીઓની અટકાયત માટે તપાસ

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત માટે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનામાં કચેરીનું શટર કયા સંજોગોમાં બંધ કરવામાં આવ્યું, કોણે બંધ કર્યું અને તે સમયે અંદર રહેલા કર્મચારીઓની સ્થિતિ શું હતી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

ગટરનો પ્રશ્ન હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો

એક તરફ સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશો ગટર ઉભરાવાની સમસ્યાના કાયમી ઉકેલની માગ કરી રહ્યા છે, તો બીજી તરફ વિરોધ દરમિયાન બનેલી ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાતા મામલો વધુ ગરમાયો છે. હવે પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત અને જવાબદારી કોની છે તે સ્પષ્ટ થશે. હાલ ત્રણેય વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે આરોપો અંગેનો અંતિમ નિર્ણય તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ થશે.


આ પણ વાંચો:હળવદ નગરપાલિકામાં ‘પતિરાજ’નો આરોપ: મહિલા પ્રમુખના બદલે પતિએ આપી રોડ કામની સફાઈ

આ પણ વાંચો:હળવદની સરા ચોકડીથી સરા સુધીના રોડમા અનેક સમસ્યાઓ

આ પણ વાંચો:ગુજરાતમાં હવે નહીં પડે ખાડા! તમામ શહેરોમાં CC રોડ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત