love story/ સીમા હૈદર બાદ હવે નોઈડા પહોંચી આ બાંગ્લાદેશી પ્રેમિકા,લગ્નનો દાવો,પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો

પાકિસ્તાનથી ઉત્તર પ્રદેશના નોઈડા પહોંચેલી સીમા હૈદરની લવસ્ટોરી સતત ચર્ચામાં છે ત્યારે અન્ય એક મહિલા બોર્ડર ઓળંગીને નોઈડા આવી છે

Top Stories India
3 4 સીમા હૈદર બાદ હવે નોઈડા પહોંચી આ બાંગ્લાદેશી પ્રેમિકા,લગ્નનો દાવો,પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો

પાકિસ્તાનથી ઉત્તર પ્રદેશના નોઈડા પહોંચેલી સીમા હૈદરની લવસ્ટોરી સતત ચર્ચામાં છે ત્યારે અન્ય એક મહિલા બોર્ડર ઓળંગીને નોઈડા આવી હતી.આ મહિલા બાંગ્લાદેશની રહેવાસી છે અને તેણે 3 વર્ષ પહેલા નોઈડાના યુવક સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો છે. તે એક બાળક સાથે ભારત આવી છે. આ મહિલાનું નામ સોનિયા અખ્તર છે, પરંતુ તેના પતિએ તેને રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ પછી સોનિયા અખ્તરે નોઈડા પોલીસમાં ફરિયાદ કરી છે.

મળતી માહિતી મુજબ નોઈડા પહોંચેલી બાંગ્લાદેશની સોનિયા અખ્તરનો દાવો છે કે તેણે ત્રણ વર્ષ પહેલા નોઈડાના યુવક સાથે લગ્ન કર્યા હતા. તે નોઈડાના સૌરવ કાંત તિવારી સાથે સંપર્કમાં આવી અને તે પછી તેણે ત્રણ વર્ષ પહેલા બાંગ્લાદેશમાં તેની સાથે લગ્ન કર્યા. સોનિયા અખ્તર તેના એક વર્ષના બાળક સાથે બાંગ્લાદેશથી ભારત આવી છે. અહીં આવ્યા બાદ તે તેના કથિત પતિને મળવા ગઈ હતી, પરંતુ ત્યાં તે નિરાશ થઈ ગઈ હતી.સીમા હૈદર બાદ હવે નોઈડા પહોંચી આ બાંગ્લાદેશી મહિલા, 3 વર્ષ પહેલા લગ્ન કર્યા હોવાનો દાવો, પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો છે.

સોનિયા અખ્તરનું કહેવું છે કે તે નોઈડામાં તેના પતિ સાથે રહેવા માંગે છે, પરંતુ તેના પતિએ તેને સાથે રાખવાની ના પાડી દીધી છે. તેણે ભારતમાં રહેતા તેના પતિ પર અન્ય મહિલા સાથે લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે. સોનિયાએ હવે તેના એક વર્ષના બાળક સાથે નોઈડા પોલીસ પાસે ન્યાયની વિનંતી કરી છે.