Uttar Pradesh News:/ સિગારેટના ડામ અને નશાના ઈન્જેક્શન… NEET ની વિદ્યાર્થિના સાથે ક્રૂરતા ભર્યો કાંડ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મહોબામાં NEETની તૈયારી કરતી વિદ્યાર્થિનીના અપહરણ અને ગેંગરેપ કેસે ચકચાર મચાવી છે.

Top Stories India
Uttar Pradesh

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના મહોબામાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મધ્ય પ્રદેશની એક યુવતી મહોબામાં રહીને NEET પરીક્ષાની તૈયારી કરતી હતી. 30 એપ્રિલે કોચિંગ ક્લાસમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે કારમાં આવેલા કેટલાક શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવતી 16 દિવસ સુધી ગુમ રહી હતી. હવે પોલીસે તેને શોધી કાઢી છે, પરંતુ તેની સાથે થયેલી હેવાનિયત સાંભળીને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, ગામના જ રહેવાસી મોહિત શ્રીવાસ, અંકિત શ્રીવાસ, હલ્લુ રાજપૂત સહિત અન્ય કેટલાક આરોપીઓએ તેને પ્રયાગરાજમાં બળજબરીથી બંધક બનાવી રાખી હતી. આ દરમિયાન તેને વારંવાર નશીલા ઇન્જેક્શન આપવામાં આવતા હતા અને મુખ્ય આરોપી દ્વારા સતત દુષ્કર્મ આચરવામાં આવતું હતું. યુવતીએ વિરોધ કરતાં આરોપીઓએ તેને સિગારેટથી દાઝાવી હતી તેમજ ચપ્પુથી હુમલો પણ કર્યો હતો.

આરોપીઓએ યુવતીને તેના ભાઈનો ફોટો બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સાથે જ મુખ્ય આરોપી યુવતી પર લગ્ન કરવા માટે દબાણ કરતો હોવાનો પણ આક્ષેપ છે. હાલ પીડિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ભારે માનસિક આઘાતમાં છે.

આ ઘટના બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પીડિતાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ ન્યાયની માંગ કરી છે અને આરોપીઓને કડકમાં કડક સજા કે ફાંસીની સજા આપવામાં આવે તેવી અપીલ કરી છે.


આ પણ વાંચો: મોરબી દુષ્કર્મ કેસમાં NCW એક્શનમાં