Bihar News/ ‘30 દિવસમાં કામ નહીં થાય તો અધિકારી સસ્પેન્ડ’, નવી વ્યવસ્થાથી વહીવટીતંત્રમાં ખળભળાટ

બિહાર સરકાર (Bihar Government)નો મોટો નિર્ણય… હવે પ્રજાનું કામ 30 દિવસમાં નહીં થાય તો 31મા દિવસે અધિકારી સીધા સસ્પેન્ડ થશે. રાજ્યભરમાં ‘સહયોગ શિબિર’ની શરૂઆત.

India Breaking News
Bihar Government નવી પહેલ, પ્રજાના કામમાં નહીં ચાલે લાપરવાહી

Bihar News: બિહારમાં પ્રજાના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે NDA સરકાર (Bihar Government ) દ્વારા મોટી પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Choudhary)ના નેતૃત્વ હેઠળ રાજ્યની તમામ પંચાયતોમાં આજથી ‘સહયોગ શિબિર’ શરૂ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ અધિકારીઓને નક્કી કરેલી સમયમર્યાદામાં લોકોની અરજીઓનો નિકાલ કરવો ફરજિયાત બનાવાયો છે.

Bihar Governmentની નવી વ્યવસ્થા

સરકાર (Bihar Government) દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ, કોઈ પણ અરજી પર 30 દિવસની અંદર નિર્ણય લેવો ફરજિયાત રહેશે. જો સંબંધિત અધિકારી સમયમર્યાદામાં કામ પૂર્ણ નહીં કરે તો 31મા દિવસે સીધું સસ્પેન્શન કરવાની કાર્યવાહી કરવામાં આવશે.સરકારે અધિકારીઓ માટે તબક્કાવાર નોટિસ સિસ્ટમ પણ અમલમાં મૂકી છે. અરજી મળ્યાના 10મા દિવસે પ્રથમ નોટિસ, 20મા દિવસે બીજી અને 25મા દિવસે અંતિમ નોટિસ આપવામાં આવશે. ત્યારબાદ પણ કામ બાકી રહેશે તો મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સીધી કાર્યવાહી થશે.

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ સારણ જિલ્લાના સોનપુરના ડુમરી બુઝુર્ગ ગામથી આ કાર્યક્રમની સત્તાવાર શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારનો હેતુ લોકોના પ્રશ્નોનો ઝડપી અને પારદર્શક ઉકેલ લાવવાનો છે.આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ સીધું CMO દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવશે. કોર્ટ સંબંધિત મુદ્દાઓ સિવાયની કોઈપણ અરજી અધિકારીઓ અટકાવી શકશે નહીં. દર મહીનાના પહેલા અને ત્રીજા મંગળવારે પંચાયત સરકાર ભવન અથવા જાહેર સ્થળોએ સહયોગ શિબિરો યોજાશે.

આ શિબિરોમાં રેવન્યુ, બ્લોક અને પોલીસ વિભાગના અધિકારીઓ એકસાથે હાજર રહી લોકોની સમસ્યાઓ સાંભળશે. જમીન વિવાદ, દાખલ-ખારિજ, આવક અને જાતિના દાખલા, રાશન, પેન્શન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ વીજળી-પાણી જેવી પાયાની સુવિધાઓ સંબંધિત ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

સરકારે (Bihar Government)  લોકોને ‘સહયોગ પોર્ટલ’ અને હેલ્પલાઈન નંબર 1100 મારફતે પણ ફરિયાદ નોંધાવવાની સુવિધા આપી છે. લોકો શિબિરના 30 દિવસ પહેલા અથવા કાર્યક્રમના દિવસે પણ અરજી કરી શકશે.મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ સોનપુરના વિકાસ અંગે પણ મોટા વચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે સોનપુરને દિલ્હીના નોઈડાની જેમ વિકસાવવામાં આવશે અને અહીં નવું ટાઉનશિપ તથા રોજગારી માટે ફેક્ટરીઓ સ્થાપિત કરવામાં આવશે.


આ પણ વાંચો:NDA સરકાર ભૂલથી બની…તે લઘુમતીની સરકાર છે, ગમે ત્યારે પડી શકે છેઃ ખડગેનો દાવો

આ પણ વાંચો:નિતીશકુમાર પલટાઈ જાય તો પણ ભાજપ બનાવી શકે છે NDA સરકાર

આ પણ વાંચો:બિહારમાં JDU વગર પણ ભાજપ સરકાર બનાવી શકે છે, નીતિશ વગર NDAના નવા સમીકરણો જુઓ