India vs Newzealand/ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ મેચમાં રોહિતે તોડ્યો કોહલીનો વિરાટ રેકોર્ડ

રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

Top Stories Sports
રોહિતે તોડ્યો કોહલીનો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાનાં નવા T20 કેપ્ટન રોહિત શર્માને ઈડન ગાર્ડન્સનું મેદાન ઘણુ પસંદ છે. રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં, રોહિત શર્માએ કોલકાતાનાં ઈડન ગાર્ડન્સમાં શાનદાર ઈનિંગ રમી અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ 31 બોલમાં પાંચ ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 56 રન બનાવ્યા હતા. રોહિતની ઇનિંગનાં દમ પર ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – Sri Lanka vs West Indies / મેચ દરમિયાન મોટી દુર્ઘટના, ખેલાડીને વાગ્યો બોલ, સ્ટ્રેચર પર લઇ જવાયો હોસ્પિટલ

આ અડધી સદી સાથે રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માની આ 26મી T20 ઈન્ટરનેશનલ ફિફ્ટી હતી અને આ સિવાય તેણે ચાર સદી પણ ફટકારી છે. આ રીતે, ફિફ્ટી પ્લસ સ્કોરનાં મામલામાં રોહિત શર્માની કુલ સંખ્યા 30 થઈ ગઈ છે. રોહિત શર્માએ 25 ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમ સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોરનાં મામલે ત્રીજા સ્થાને છે. બાબર આઝમે 25 વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનાં ઓપનર ડેવિડ વોર્નર ચોથા સ્થાન પર છે. વોર્નરે 22 ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડનાં ઓપનર માર્ટિન ગુપ્ટિલે આ યાદીમાં ટોપ-5 માં જગ્યા બનાવી છે. ગુપ્ટિલે 21 વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે.

આ પણ વાંચો – Sports / 3 વર્ષ બાદ પાકિસ્તાની હોકી ખેલાડીઓ ભારતની ધરતી પર પગ મૂક્યા, હાર્દિક સ્વાગત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર ભારતીય ક્રિકેટરોમાં રોહિત શર્મા એમએસ ધોનીની બરાબરી કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ક્રિકેટરોમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાનાં મામલે સચિન તેંડુલકર (264) ટોચ પર છે. રાહુલ દ્રવિડ (194), વિરાટ કોહલી (188), સૌરવ ગાંગુલી (145) પછીનાં ત્રણ સ્થાન પર છે. રોહિત શર્મા અને એમએસ ધોની સંયુક્ત રીતે પાંચમાં સ્થાને છે. બન્નેએ 124 વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે. આ મેચમાં રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 150મી સિક્સર ફટકારી હતી. આવું કરનાર તે પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ક્રિકેટર છે. ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ (161) T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે. વેસ્ટ ઈન્ડિઝનો ઓપનર ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેલ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ છક્કા મારવાના મામલે ત્રીજા સ્થાને છે. ગેલે 124 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ઈંગ્લેન્ડનો મર્યાદિત ઓવરનો કેપ્ટન ઈયોન મોર્ગન 119 છક્કા સાથે ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન એરોન ફિન્ચે 113 છક્કા સાથે ટોપ-5ની યાદી પૂરી કરી છે. રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે 308 રન બનાવ્યા છે. તેણે આ મામલામાં ઈયોન મોર્ગન (287), વિરાટ કોહલી (218) અને એરોન ફિન્ચ (202)ને પાછળ છોડી દીધા છે.