Ahmedabad News: અમદાવાદીઓ ફૂડી હોવાની સાથે ડ્રગ એડિક્ટ પણ બની રહ્યા છે કે શું. અમદાવાદમાં હવે થોડા-થોડા સમયના અંતરે ડ્રગ્સ પકડાવવા માંડ્યુ છે. હજી માંડ બે દિવસ પહેલા લાલ દરવાજામાં 27 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું, આટલું ઓછું હોય તેમ હવે અમદાવાદ એરપોર્ટ પરથી સાત કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.
અમદાવાદ એરપોર્ટ પર સાવધ કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલા પ્રવાસી પાસેથી સાત કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ હતુ.મુસ્તાક અહેમદ ઉમર ભટ્ટી નામનો પેસેન્જર સાત કોરના ડ્રગ્સ સાથે ઝડપાયો હતો.અગાઉ થાઇલેન્ડથી આવેલી મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ હતી. આમ અમદાવાદમાં અઠવાડિયાની અંદર બીજી વખત ડ્રગ્સ પકડાયું છે.
કહેવાય છે કે કસ્ટમ્સને આ ડ્રગ્સને લઈને બાતમી મળી ગઈ હતી. તેના પગલે કસ્ટમ્સે એરપોર્ટ પર ચેકિંગ ડબલ કરી નાખ્યુ હતુ અને કસ્ટમ્સ વિભાગના ટોચના અધિકારીઓ પણ આ આખા ઓપરેશનમાં સામેલ હતા. સામાન્ય રીતે અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીથી આવતું સોનું પકડાતું હોય છે, પરંતુ હવે ડ્રગ્સ પણ પકડાવવા લાગ્યું છે.
કસ્ટમ્સ વિભાગે આરોપીની ધરપકડ કરીને તેને અમદાવાદ પોલીસને સુપ્રદ કર્યો છે. અમદાવાદ પોલીસે તેને પકડીને તેની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ડ્રગ્સ અમદાવાદ આવ્યું તેનો સીધો અર્થ એમ થાય કે અમદાવાદમાં તેને ક્યાંક સપ્લાય કરવાનું હતું અથવા તો અમદાવાદ તેનો ટ્રાન્સપોર્ટ રૂટ હતું. આ પકડાયેલા ડ્રગ્સના છેડા ક્યાં-ક્યાં અડી રહ્યા છે તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે.
સાત કરોડનું ડ્રગ્સ પકડાવવાના પગલે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. તેઓને પણ સવાલ થયો છે કે અમદાવાદમાં આટલી બધી ડ્રગ્સની ખપત થાય છે, તેના કયા ગ્રાહક છે. પકડાયેલો આરોપી ફક્ત પેડલર છે કે પોતે જ માલ લાઈને સપ્લાય કરે છે. તેના પર કોના હાથ છે, તે કોના હાથ નીચે કામ કરે છે તેવા અનેક સવાલોના જવાબ મેળવવામાં પોલીસ લાગેલી છે. આગામી સમયમાં આ ડ્રગ્સ કાંડને લઈને કોઈ મોટો ખુલાસો થાય તો આશ્ચર્ય નહીં થાય.
આ પણ વાંચો: અમદાવાદમાં લાલ દરવાજા ખાતેથી 27 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: અમદાવાદમાં સોસાયટીના 14મા માળેથી ઝડપાયું ડ્રગ્સ
આ પણ વાંચો: અમદાવાદમાં CID ક્રાઈમના દરોડા, 1.53 લાખનું ડ્રગ્સ ઝડપાયું, એકની ધરપકડ
