સાબરકાંઠા,
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે અડદની ખરીદી કરવામાં આવી છે, ત્યારે બંને જિલ્લાના ૯ ખરીદ કેન્દ્રો પર અડદ ખરીદી ચાલી રહી છે. જ્યારે લેટ ખરીદી ચાલુ થવાના કારણે અડદમાં જીવાત પડી રહી છે અને ખરીદ કેન્દ્રમાં અડદ રિજેક્ટ કરવામાં આવી રહી છે સાથેજ ખેડૂતોએ વેચેલા અડદ ના પૈસા ચૂકવાયાના હોવાના કારણે હાલ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતોએ પકવેલા પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે. પરંતુ ખરીદ પ્રક્રિયા સમય સરના ચાલુ થવાના કારણે ખેડૂતોએ પકવેલા પાકો અનેક કારણોથી રિજેક્ટ થઇ રહ્યા છે તો બીજી તરફ પકવેલા પાકોને સાચવણી કરવામાં ખેડૂતને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અત્યારે હાલમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અડદના પાકની ટેકાના ભાવેથી કરીદ પ્રક્રિયા ચાલુ છે. તેમાં અનેક ખેડૂતોના અડદ રિજેક્ટ થઇ રહ્યા છે. અડદનો પાક સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનામાં અડદનો પાક છે. ત્યારે એની ખરીદી જાન્યુઆરી મહિનામાં થઇ રહી છે એટલે કે ચાર મહિના લેટ ખરીદી ચાલુ થઇ હોવાના કારણે અડદના પકવેલા પાકમાં લાંબો સમય સંગરી રાખવાના કારણે પાકમાં જીવાત પડીને સળી જતા વજન ગટાડો જેવા અન્ય કારણોથી અડદ ખરીદ કેન્દ્રમાં આવે ત્યારે રિજેક્ટ થઇ રહ્યો છે ત્યારે અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો હાલ તો અડદને ટેકાના ભાવના ખરીદ કેન્દ્રમાં વેચાણ કરી ચુક્યા છે. પરંતુ હવે ખેડૂતોએ વેચેલા અડદના પૈસા ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે સરકાર ખેડૂતોના પૈસા ક્યારે ચુકવશે એતો હવે જોવું જ રહ્યું.
