Broke the record: છેલ્લી ટેસ્ટમાં ભારતીય ટીમે વિજય નોંધાવ્યો હતો. ત્રીજા દિવસના અંતે અને ચોથા દિવસની શરૂઆતમાં બાંગ્લાદેશના સ્પિન આક્રમણ સામે ભારતીય બેટ્સમેનોએ જે રીતે શરણાગતિ સ્વીકારી તે જોઈને આશા ન હતી કે ટીમ ઈન્ડિયા જીત મેળવી શકશે. પરંતુ શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિને શાનદાર બેટિંગ કરીને સારી ભાગીદારી કરીને 3 વિકેટે ભારતને જીત અપાવી હતી. સાથે શ્રેણી જીતી લીધી. જીતની સાથે બંનેએ એક જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે.પાકિસ્તાનનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો.
A cracking unbeaten 71-run stand between @ShreyasIyer15 (29*) & @ashwinravi99 (42*) power #TeamIndia to win in the second #BANvIND Test and 2⃣-0⃣ series victory 👏👏
Scorecard – https://t.co/CrrjGfXPgL pic.twitter.com/XVyuxBdcIB
— BCCI (@BCCI) December 25, 2022
બાંગ્લાદેશે ભારત સામે 145 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં, ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં, ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી અને બોર્ડ પર માત્ર 45 રન હતા. ચોથા દિવસે ભારતને વધુ 100 રનની જરૂર હતી. બાંગ્લાદેશી સ્પિનરોએ ચોથા દિવસના પ્રથમ સત્રમાં પણ ભારતને મુશ્કેલીમાં રાખ્યું હતું અને એક પછી એક 3 વિકેટ ઝડપી હતી. આ સમય સુધી ભારતનો સ્કોર માત્ર 74 રન હતો.
આવી સ્થિતિમાં શ્રેયસ અને અશ્વિને આઠમી વિકેટ માટે 71 રનની અણનમ ભાગીદારી કરી અને પ્રથમ સત્રના અંત પહેલા ભારતને સંઘર્ષમય પરંતુ યાદગાર વિજય અપાવ્યો. શ્રેયસ 29 રન અને અશ્વિન 42 રન બનાવીને અણનમ રહ્યા હતા. જીતની સાથે જ શ્રેયસ અને અશ્વિને 1994માં બનેલા પાકિસ્તાની રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો.
અય્યર અને અશ્વિન પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન ઈન્ઝમામ ઉલ હક અને રાશિદ લતીફના નામે હતો. બંનેએ 1994માં ઓસ્ટ્રેલિયા સામે કરાચી ટેસ્ટમાં આઠમી વિકેટ માટે 52 રન જોડ્યા હતા. પાકિસ્તાને આ ટેસ્ટમાં માત્ર 1 વિકેટ બાકી રહેતા 314 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને જીત મેળવી હતી.
