Gujarat Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતા શિયાળાની અસર વધુ ગાઢ બની છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઉત્તરીય અને ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોના પ્રભાવને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડી (Cold Wave) વધુ તીવ્ર બની છે.

હવામાન વિભાગ (IMD)ના તાજેતરના આંકડાઓ અનુસાર, કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે. આ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચું છે અને અહીં બરફ જેવી ઠંડી (Cold Wave) નો અનુભવ થઈ રહ્યો છે.
ગુજરાતમાં શીતલહેર (Cold Wave)
શહેર |
તાપમાન |
શહેર |
તાપમાન |
| કંડલા | 7.9°C | ડીસા | 11.3°C |
| ભુજ | 8.6°C | સુરેન્દ્રનગર | 12.5°C |
| અમરેલી | 9.7°C | ગાંધીનગર | 13.8°C |
| રાજકોટ | 10.3°C | વડોદરા | 14.2°C |
| કેશોદ | 11.5°C | સુરત | 14.4°C |
| મુન્દ્રા | 12°C | અમદાવાદ | 14.8°C |
આ તાપમાનો સામાન્ય કરતાં 2થી 4 ડિગ્રી સુધી નીચા નોંધાયા છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી (Cold Wave) વધુ અનુભવાઈ રહી છે. લોકો ગરમ કપડાંમાં લપેટાઈને બહાર નીકળતા જોવા મળ્યા છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં ઠંડીની અસર વધુ તીવ્ર છે, જ્યાં સવારે હળવી ધુમ્મસ અને ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી થોડા દિવસોમાં ઠંડી (Cold Wave) યથાવત્ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધુ ઘટાડો થઈ શકે છે, જ્યારે પછીથી ધીમે ધીમે 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ધુમ્મસ અને ઠંડા પવનોની અસર વધુ રહેશે.
આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન
