વર્લ્ડ કપ 2011 ની જીત ભારતીય ટીમ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ તેમના મહાનાયક સચિન તેંડુલકરને તેમના અંતિમ વિશ્વ કપમાં એક મહાન ભેટ આપી હતી. ભારતનાં બેટ્સમેન સચિન તેંડુલકરને 2011 ની વર્લ્ડ કપની જીત પછીની શ્રેષ્ઠ ક્ષણને સૌથી મોટા લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ 2000-2020 (છેલ્લા વીસ વર્ષમાં) એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
ભારતની ટીમની વર્લ્ડ કપની જીતની પળનું શીર્ષક ‘કેરિડ ઓન દ શોલ્ડર ઓફ અ નેશન’ આપવામાં આવ્યું છે. 2011 નાં વર્લ્ડ કપનો વિજય હંમેશાં ભારતીય ક્રિકેટરો અને ચાહકોની યાદમાં રહેશે. વિજય પછી, ભારતીય ટીમે સચિન તેંડુલકરને તેમના ખભા પર ઉઠાવ્યા હતા, જ્યાં ઘરેલુ પ્રેક્ષકોની સમક્ષ જુસ્સાદાર સચિનને એક ઉત્સાહપૂર્ણ માન આપવામાં આવ્યું હતુ.
સચિનને ખભા પર બેસાડવો એ ઘણા લોકોનાં હૃદયમાં આજે પણ રમતગમતની સૌથી મોટી ભાવનાત્મક ક્ષણોમાં સામેલ છે. આ સચિન માટે અંતિમ વિશ્વકપ હતો આ પહેલા તે પાંચ વખત આ ટૂર્નામેન્ટમાં રમી ચુક્યા હતા. સચિન આ પહેલા 1992, 1996, 1999, 2003 અને 2007 માં રમ્યા હતા, પરંતુ ભારતીય ટીમ એક વાર પણ ટ્રોફી ઉપાડી શકી ન હોતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ સચિનને તેની કારકિર્દીમાં છેલ્લો વર્લ્ડ કપ જીતીને એક અનોખી ભેટ આપી હતી.
2011 નો વર્લ્ડ કપ એશિયામાં રમાયો હતો અને ભારત સ્પષ્ટ રીતે જીતનો મોટો દાવેદાર હતો. તે સ્પર્ધામાં, ધોનીની કપ્તાનશીપ હેઠળ, ભારત માત્ર દક્ષિણ આફ્રિકા સામે એક મેચ હારી ગયું હતું. ભારતીય ટીમે સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેનો શ્રીલંકા સામે વિજય થયો હતો. ફાઇનલમાં, લંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં જયવર્દનેની સદીએ શ્રીલંકાએ 6 વિકેટનાં નુકસાન પર 274 રન બનાવ્યા હતા.
આ લક્ષ્યનાં જવાબમાં ભારતે ફક્ત 31 રનો પર સચિન તેંડલકર અને વિરેન્દ્ર સેહવાગ જેવા તોફાની ખેલાડીઓને ગુમાવ્યા હતા. ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની અને ડાબા હાથનો ઓપનર ગૌતમ ગંભીર અંતિમ મેચનાં હીરો રહ્યા હતા, તેમણે શ્રીલંકાનાં 275 રનનો લક્ષ્યને મોટો પડકારી અનુક્રમે : 91* અને 97 રન બનાવ્યા હતા. ધોનીએ નુવાન કુલશેકરાની બોલિંગ પર જીતની સિક્સર ફટકારી બાદ તુરંત જ તમામ ભારતીય ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તે 28 વર્ષ પછી ભારતની બીજી વર્લ્ડ કપ જીત હતી અને તેંડુલકરની પ્રખ્યાત ક્રિકેટ કારકિર્દીની અંતિમ મોટી સિદ્ધિ પણ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
