Not Set/ ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની ટીમ આવી પહોંચી

ગીર સોમનાથમાં એનડીઆરએફની ટીમ આવી પહોચી છે.

Gujarat

કેરોનાની કહેર વચ્ચે બીજી મોટી આફત સામે લડવાની તૈયારીમાં તંત્ર કામે લાગ્યુ છે. હવામાન  વિભાગની આગાહી અનુસાર તૌકતે વાવાઝોડા કારણે 18 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્લાનું વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જ બન્યું છે.

ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની 120 જવાનોની  કુલ 2 ટીમ આવી છે. આ ટીમ રબ્બરની બોટ, લાઇફ જેકેટ, દોરડાં, બીજા રેસ્ક્યુના સાધનોથી સજ્જ હોય છે. તો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના નીચાણવાળા ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઇ રહી છે. એનડીઆરએફની ટીમ સ્થાનિક વહીવટી તંત્રની સાથે સંકલન કરી દરિયાકાંઠાના વિસ્તારની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવા સ્થળ પર વિઝીટ પણ કરશે.