Gujarat News/ ગુજરાતમાં વરસાદ પડ્યો ધીમો, તાપમાનમાં વધારો; 10 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી

Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વચ્ચે ગાંધીનગરમાં તાપમાન 4.1°C વધ્યું… વધુ વાંચો.

Gujarat Top Stories
Gujarat Weather Update: 10 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી

Gujarat News: ગુજરાતમાં છેલ્લા કેટલાક (Gujarat Weather Update) દિવસોથી ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ (Rain Forecast) વરસાદની શક્યતા રહેશે. બીજી તરફ વરસાદનું પ્રમાણ ઘટતાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ નોંધાયા હતા.

Gujarat Weather Update: સિઝનનો સરેરાશ કરતાં 18 ટકા વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 18.87 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સરેરાશ 15.99 ઈંચની સરખામણીએ આશરે 18 ટકા વધુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રીજિયનના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

દરિયાકાંઠે તેજ પવન, માછીમારોને સાવચેતી રાખવાની સૂચના

Gujarat Weather Update: 10 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટીપ પ્રેશર ગ્રેડિએન્ટના કારણે મજબૂત પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. પવનની ઝડપ 15થી 20 નોટ્સ અને ઝટકામાં 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. દરિયામાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે અને ઝટકામાં 50 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ સક્રિય

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર મોનસૂન ટ્રફ હાલ ઉત્તર ભારતથી પૂર્વોત્તર રાજ્યો સુધી વિસ્તરેલી છે. ઉપરાંત પશ્ચિમ વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) અને ઉત્તર-પૂર્વ રાજસ્થાન, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે.

ગાંધીનગરમાં તાપમાનમાં સૌથી મોટો વધારો, ભાવનગર સૌથી ગરમ શહેર

વરસાદનું જોર ઘટતાં રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. ગાંધીનગરમાં (Gandhinagar Temperature)  એક જ દિવસમાં તાપમાન 4.1 ડિગ્રી વધીને 32.6 ડિગ્રી સેલ્સિયસ થયું છે, જ્યારે વડોદરામાં 3.4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. 34.6 ડિગ્રી સેલ્સિયસ સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. બીજી તરફ રાજકોટમાં તાપમાન વધવા છતાં તે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું, જ્યારે સુરત, પોરબંદર અને દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં ખાસ ફેરફાર નોંધાયો નથી.


આ પણ વાંચો: 5 ઓગસ્ટ આસપાસ બદલાશે હવામાનનો મિજાજ, ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

આ પણ વાંચો: ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે