Gujarat News : ગુજરાતમાં ઉદ્યોગ અને વેપારનો વિકાસ સતત વધી રહ્યો છે અને તેની સાથે કરોડપતિઓ (Millionaires)ની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલી 360 ONE Wealth Creators List 2026માં ગુજરાતના અનેક શહેરોના અગ્રણી ઉદ્યોગપતિઓ ને સ્થાન મળ્યું છે. તેમાં દક્ષિણ ગુજરાતના વાપી અને વલસાડના અનેક જાણીતા બિઝનેસમેનનો સમાવેશ થયો છે.
ભારતની અગ્રણી વેલ્થ મેનેજમેન્ટ કંપની 360 ONE દ્વારા CRISIL Intelligenceના સહયોગથી તૈયાર કરાયેલા આ લિસ્ટમાં દેશના સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિઓની માહિતી આપવામાં આવી છે. વાપી અને વલસાડમાંથી પણ અનેક ઉદ્યોગપતિઓએ પોતાની સંપત્તિના આધારે સ્થાન મેળવ્યું છે.
વાપીના સૌથી ધનવાન ઉદ્યોગપતિ કોણ?
વાપીમાં Merrill Life Sciences સાથે જોડાયેલા બિખાલિયા પરિવારના ત્રણ સભ્યો સૌથી ધનવાન વ્યક્તિઓ તરીકે સામે આવ્યા છે. કંપનીની સ્થાપના વર્ષ 2006માં થઈ હતી અને આજે તે 150થી વધુ દેશોમાં મેડિકલ ડિવાઇસ, ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ્સ, વેસ્ક્યુલર પ્રોડક્ટ્સ અને સર્જિકલ રોબોટિક્સ ક્ષેત્રે કાર્યરત છે.
વાપીના ટોચના ધનવાનો:
- જાકિર બિખાલિયા – ₹6,766 કરોડ
- અંજુમ બિખાલિયા – ₹6,766 કરોડ
- યુનુસ બિખાલિયા – ₹6,766 કરોડ
વલસાડમાં ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝનો દબદબો
વલસાડના સૌથી ધનવાન લોકોમાં DOMS Industries સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓનું પ્રભુત્વ જોવા મળે છે. લિસ્ટમાં કુલ છ સભ્યોનો સમાવેશ થયો છે, જેમાંથી ત્રણની સંપત્તિ ₹1,000 કરોડથી વધુ છે.
વલસાડના ટોપ ધનવાનો:
1. સંતોષ રસીકલાલ રવેશિયા
- કંપની: DOMS Industries
- સંપત્તિ: ₹2,198 કરોડ
2. કેતન મનસુખલાલ રાજાણી
- કંપની: DOMS Industries
- સંપત્તિ: ₹1,043 કરોડ
3. સંજય મનસુખલાલ રાજાણી
- કંપની: DOMS Industries
- સંપત્તિ: ₹1,043 કરોડ
ઇમર્જિંગ વેલ્થ ક્રિએટર્સમાં પણ વલસાડનું નામ
વલસાડમાંથી ત્રણ અન્ય ઉદ્યોગપતિઓને Emerging Wealth Creators કેટેગરીમાં સ્થાન મળ્યું છે.
- સેજલ સંતોષ રવેશિયા – ₹517 કરોડ
- ચાંદની વિજય સોમૈયા – ₹517 કરોડ
- શીતલ હિરેન પરપાણી – ₹517 કરોડ
દક્ષિણ ગુજરાતનો વધતો ઔદ્યોગિક પ્રભાવ
એક સમય માત્ર સુરતને દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું ઉદ્યોગ કેન્દ્ર માનવામાં આવતું હતું, પરંતુ હવે વાપી અને વલસાડ પણ વૈશ્વિક સ્તરે કાર્યરત કંપનીઓના કારણે ઝડપથી આગળ વધી રહ્યા છે. Merrill Life Sciences અને DOMS Industries જેવી કંપનીઓએ માત્ર દેશ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે. 360 ONE Wealth Creators List 2026માં મળેલું સ્થાન દક્ષિણ ગુજરાતની વધતી આર્થિક શક્તિનું પ્રતિબિંબ માનવામાં આવે છે.
