Palanpur News/ પાલનપુરમાં રીંછનો આતંક: હસનપુર-ખરોડપુરની સીમમાં હુમલો, 6થી 7 લોકો ઘાયલ; વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના હસનપુર-ખરોડપુર ગામની સીમમાં રીંછે (Bear Attack ) આતંક મચાવ્યો હતો. હુમલામાં 6થી 7 લોકો ઘાયલ થયા છે અને વન વિભાગે રીંછને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

Top Stories Gujarat Others Breaking News
Bear Attack : પાલનપુરમાં રીંછનો કહેર, ગામમાં ઘૂસી 7 લોકોને ઘાયલ કર્યા

Palanpur News: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં રીંછ (Bear Attack )ના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. પાલનપુર તાલુકાના હસનપુર-ખરોડપુર ગામની સીમમાં વહેલી સવારે એક હિંસક રીંછ ઘૂસી આવતા અનેક લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 6થી 7 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સવારે અંદાજે 6 વાગ્યાના સમયે રીંછ ગામની સીમમાં પ્રવેશ્યું હતું. રીંછે એક રહેણાંક વિસ્તારમાં ઘૂસી જઈ એક વૃદ્ધા પર અચાનક હુમલો કર્યો હતો. વૃદ્ધાને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના પુત્ર પર પણ રીંછે હુમલો કરતા તે ઈજાગ્રસ્ત થયો હતો.

રીંછને ભગાડવાના પ્રયાસ દરમિયાન વધુ લોકો ઘાયલ

ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો એકઠા થયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા રીંછને દૂર ભગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં આવતા અન્ય લોકો પર પણ રીંછે હુમલો (Bear Attack ) કર્યો હતો.સ્થાનિકોના જણાવ્યા મુજબ, રીંછે 2થી 4 અન્ય લોકોને પણ અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનામાં કુલ 6થી 7 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

Bear Attack : ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

રીંછના હુમલામાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રીંછને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

ગ્રામજનોને સાવચેતી રાખવાની અપીલ

વન વિભાગ દ્વારા આસપાસના ગ્રામજનોને સાવચેત રહેવા અને રીંછ (Bear Attack )ની નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે. હાલ વન વિભાગ દ્વારા રીંછનું લોકેશન શોધી તેને સુરક્ષિત રીતે પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.રીંછ હજુ સુધી પકડાયું નથી, જેના કારણે આસપાસના ગામોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.


આ પણ વાંચો:અલ્મોડામાં રીંછે બે મહિલાઓના ચહેરા ફાડી ખાધા: દીપડાના હુમલામાં વૃદ્ધના માથામાં 35 ટાંકા

આ પણ વાંચો:જંગલી રીંછના મોંમાં બોમ્બ ફૂટે છે, તે વેદનામાં મૃત્યુ પામે છે

આ પણ વાંચો:શું તમે પણ આ નોકરી કરવા માગો છો? ક્યુટ રીંછને સુવડાવવા માટે મચી દોડ