જાહેરાત/ રાજ્ય સરકારે પોલીસ કર્મચારીને લઇને લીધો મોટો નિર્ણય,ભથ્થામાં કર્યો વધારો

રાજ્ય સરકારે પોલીસ કર્મચારીને લઇને મોટો નિર્ણય લીધો છે. પોલીસ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે,

Top Stories Gujarat
  • પોલીસ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર
  • પોલીસ કર્મચારીઓના ભથ્થામાં કરાયો વધારો
  • રજા પગાર મુદ્દે ગૃહ વિભાગનો ઠરાવ
  • સરકારે કરેલી જાહેરાત મુજબ GR કર્યો
  • 1 ઓગસ્ટથી પગાર ભથ્થામાં વધારાની જોગવાઇ

ગુજરાતમાં ચૂંટણીને ગણતરીના મહિના જ બાકી છે ત્યારે ભાજપ સરકારે સકારત્મક પગલાં લઇને  તમામ વિભાગોમાં જે અસતુષ્ટો જોવા મળી રહ્યા છે તેનનું નિરાકરણ કરીને નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્ય સરકારે પોલીસ કર્મચારી લઇને મોટો નિર્ણય લીધો છે. પોલીસ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે, આ વધારાના લીધે પોલીસકર્મીઓના ચહેરા પર સ્મિત જોવા મળશે તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સરકારે કરેલી જાહેરાતનો જીઆર પણ કર્યો છે. આ વધારો 1વી ઓગસ્ટથી પગાર વધારાની જોગવાઇ કરવામાં આવી છે.