ક્યારે ક એવુ પણ થાય છે કે કુદરત કે કોઇ શક્તિ તમારી સાથે બનવા જઇ રહેલ અનહોનીથી તમાને આબાદ રીતે બચાવી લે છે અને આવુ જ જોવામાં આવી રહ્યું છે પોરબંદર પંથક માટે. કોરોનાનો કહેર બધે છે જ ત્યારે પરિવહનથી કોરોના ફેલાઇ છે તે પણ જગજાહેર વાત છે. મૂળ પોરબંદરના યુવાનનો કોરોના પોઝિટિવ આવતા પુરા પંથકમાં સોંપો પડી ગયો છે. જો કે, મૂળ પોરબંદરના યુવાનનો રિપોર્ટ અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવેલો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવક સેમ્પલ આપી પોરબંદર આવી રહ્યો હતો. પોરબંદરનાં લોકો તંત્રની સતર્કતાથી બાલ બાલ બચી ગયા છે અને યુવકને ચોંટા ચેક પોસ્ટથી હોસ્પિટલ ખસેડાયો છે. અમદાવાદથી પોરબંદર આવી રહેલા યુવક સાથે તેના ફુવા પણ હોય ફુવાને પણ હોસ્પિટલ ખસેડાયા હોવાની વિગતો સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
