Not Set/ કોરોના મહામારી દેશમાં લઇ રહી છે ભયાનક સ્વરૂપ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ કેસ

કોરોના વાયરસનો રોગચાળો હવે દેશમાં ભયંકર સ્વરૂપ લઈ રહ્યો છે. સોમવારે કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા, જેમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 6,977 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારબાદ દર્દીઓની સંખ્યા 1,38,845 થઈ ગઈ છે. આ […]

India

કોરોના વાયરસનો રોગચાળો હવે દેશમાં ભયંકર સ્વરૂપ લઈ રહ્યો છે. સોમવારે કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા, જેમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 6,977 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારબાદ દર્દીઓની સંખ્યા 1,38,845 થઈ ગઈ છે. આ સિવાય કોરોના વાયરસનાં કારણે છેલ્લા 24 કલાકમાં 154 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, 57,720 દર્દીઓ કોરોના વાયરસને માત આપવામા સફળ રહ્યા છે અને હાલમાં પોઝિટિવ કેસ 77,103 છે. કોરોના વાયરસનાં ચેપને કારણે અત્યાર સુધીમાં 4,021 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.