Not Set/ સમગ્ર કાશ્મીર ઠંડીની ઝપેટમાં, દલ ઝીલ બરફથી થીજવાની સાથે જ તૂટ્યો ૨૮ વર્ષનો રેકોર્ડ

શ્રીનગર, દેશનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર અસહ્ય ઠંડીની ઝપેટમાં આવી ગયું છે. શનિવારે શ્રીનગરમાં ઠંડીનું તાપમાન -૭.૨ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે નોંધાયું છે અને આ સાથે જ ૨૮ વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. આ કારણે લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા ૭ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં તાપમાન માઈનસ […]

Top Stories India Trending

શ્રીનગર,

દેશનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર અસહ્ય ઠંડીની ઝપેટમાં આવી ગયું છે. શનિવારે શ્રીનગરમાં ઠંડીનું તાપમાન -૭.૨ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે નોંધાયું છે અને આ સાથે જ ૨૮ વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. આ કારણે લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

national-28-years-broke record-kashmir-under-extreme-cold-weather-dal-lake-frozen

આ પહેલા ૭ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં તાપમાન માઈનસ ૮.૮ ડિગ્રી નોધાયું હતું.

આ અસાધારણ ઠંડીની ઝપેટમાં કાશ્મીરનું પ્રસિદ્ધ દલ ઝીલ (તળાવ) પણ આવી ગયું છે અને પૂરી રીતે બરફમાં રૂપાંતરિત થયું છે. આ ઉપરાંત પાણી સપ્લાઈ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ટેન્કરનો નળ પણ બરફથી થીજી ગયું છે.

જમ્મુ-કાશ્મીરમાં નોધાયેલું તાપમાન :

national-28-years-broke record-kashmir-under-extreme-cold-weather-dal-lake-frozen

પહલગામ : – ૮.૩ ડિગ્રી,

ગુલમર્ગ : – ૭ ડિગ્રી

દ્રાસ : – ૨૧.૨ ડિગ્રી

લેહ : – ૧૭.૫ ડિગ્રી

કારગિલ : – ૧૬.૭ ડિગ્રી

જમ્મુ : ૩.૧ ડિગ્રી

ભદ્રવાહ : – ૧.૫