Rain/ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી,તંત્ર એલર્ટ

NDRF અને SDRFની ટીમોને ડીપ્લોય કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી.

Top Stories India
  • રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ
  • સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ પડી શકે વરસાદ
  • કચ્છના કેટલાક વિસ્તારમાં સારા વરસાદની શક્યતા
  • સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ પડી શકે વરસાદ

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બારે વરસાદ પડી શકે છે. સૈારાષ્ટ્ર કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાની પુરી સંભાવના છે. કચ્છમાં પણ વરસાદ પડવાની શક્યતા છે ,હાલમાં અતિ ભારે વરસાદ પડે તવું વાતાવરણ જોવા મળી રહ્યો છે.  IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ  પ થી 7 જુલાઇ સુધીમાં દ્વારકા, પોરબંદર,વલસાડમાં ભારેથી અતિભારે  વરસાદની સંભાવના છે. આ ભારે વરસાદના લીધે સરકારે અગમચેતી પગલાં માટે એક બેઠકનું પણ આયોજન કર્યું હતું .

રાહત કમિશનરએ  NDRF અને SDRFની ટીમોને ડીપ્લોય કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી. આ અગાઉ ગિરસોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત અને ભાવનગરમાં એક તથા રાજકોટમાં બે એમ કચ્છ સહિત કુલ ૦૯ NDRFની ટીમો તથા પોરબંદર જિલ્લા ખાતે SDRFની એક ટીમ ડીપ્લોય કરવામાં આવેલ છે. રાહત કમિશનરએ બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીશ્રીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.