અંબાણી પરિવારના બંને ભાઈઓની સંપત્તિમાં ઘણો બધો તફાવત છે. જેમ જેમ સમય ગયો એમ આ તફાવત વધતો ગયો. બંને ભાઈઓમાં મુકેશ અંબાણી મોટા છે અને અનીલ અંબાણી એમનાથી બે વર્ષ નાના છે.
મુકેશ અંબાણીએ ચીનનાં જેક માને પાછળ રાખીને એશિયાના સૌથી પૈસાદાર માણસનો ખિતાબ પોતાના નામે કરી દીધો હતો. જીઓ લોન્ચ કર્યા બાદ મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘણો વધારો થયો હતો.મુકેશ અંબાણીની અંગત સંપત્તિ 43 બિલીયન ડોલર છે.
અનીલ અંબાણી માટે આ વર્ષ થોડું અઘરું રહ્યું હતું કારણકે એમનાં બીઝનેસને અમુક લીગલ અને લીક્વીડીટી ચેલેન્જનો સામનો કરવો પડ્યો હતો. અનીલ અંબાણીની અંગત સંપત્તિ 1.5 બિલીયન ડોલર છે.
ધીરુભાઈ અંબાણીની સંપત્તિનાં ભાગલા 16 વર્ષ પહેલાં થયાં હતા. બંને ભાઈઓને પોતાની સંપત્તિનો હિસ્સો મળી ગયો હતો. મુકેશ અંબાણીએ સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. જયારે મોટા ભાઈ મુકેશ અંબાણીની સંપત્તિની સરખામણીમાં નાના ભાઈ અનીલ અંબાણીની સંપત્તિ ઓછી છે.
