જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ફરી એકવાર મોટી ઘટનાનો પ્લાન બનાવી રહ્યા છે. પુલવામા હુમલા બાદ ભારતીય ખુફિયા એજન્સીઓએ આતંકવાદીઓની ગતિવિધિઓને લઇને જાણકારી આપતા કહ્યુ કે, શ્રીનગર અને અવંતિપુરાનાં એરબેઝ પર આતંકવાદીઓ એક મોટી ઘટનાને રચી શકે છે.

આપને જણાવી દઇએ કે, કાશ્મીરમાં આજે હુર્યિતે પૂર્ણ બંધનું આહવાહન કર્યુ છે. આ બંધ બોલાવવા પાછળ કાશ્મીર ઘાટીમાં અને બદરવાહમાં નાગરિકોની હત્યાનો વિરોધ મુખ્ય કારણ જાણવા મળી રહ્યુ છે.

સમગ્ર મામલે સુરક્ષા દળોને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યુ છે. કોઇ પણ આતંકી કાર્યવાહીને પહોચી વળવા કે પછી તેને જડબાતોડ જવાબ આપવા આ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યુ છે. આપને જણાવી દઇએ કે, સમગ્ર વિસ્તારમાં હાઇ એલર્ટ કરવા પાછળ મળી રહેલી પૂર્વ માહિતી છે. આતંકીઓની ગતિવિધિઓને રોકવા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
