Gujarat Weather/ ગુજરાતીઓ સાવધાન! હજુ બે દિવસ વરસાદનો જોવા મળશે કહેર…

શુક્રવારે એટલે કે ગઈકાલે 60 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ મુંદ્રામાં 1 ઈંચ, અંજાર, વેરાવળ, દ્વારકા, દાંતીવાડામાં અડધા ઈંચ જેટલો વરસાદ થયો હતો. હજુ પોરબંદર. જામનગર, દ્વારકા, કચ્છમાં વરસાદનું એલર્ટ અપાયું છે. જૂનાગઢ, મોરબી, રાજકોટ, ગીરસોમનાથમાં યલો એલર્ટ…….

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં ભારે વરસાદનો (Heavy Rain) પ્રકોપ છેલ્લા 6 થી 7 દિવસ જોવા મળ્યા બાદ આસના વાવાઝોડું કચ્છને અડીને ઓમાન બાજુ ફંટાઈ ગયું છે. આજે પણ વાવાઝોડાની ભારે અસર વર્તાશે. આસના વાવાઝોડાનું (Cyclone) જોખમ ટળ્યું છે. હવામાન વિભાગે (IMD) આજે અને આવતીકાલે ગુજરાતના તમામ બંદરો પર 75 કિ.મી. સુધીનો તીવ્ર ગતિનો પવન ફૂંકાવાની આગાહી કરી છે.

રાજ્યના બંદરો જખૌ, મુંદ્રા, જામનગર, સલાયા, માંડવી, ન્યૂ કંડલા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, દહેજ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અંતરિયાળ જીલ્લાઓમાં તીવ્ર ગતિએ પવન ફૂંકાશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે.

Cyclone Asna forms off Gujarat coast, over 18,000 moved to safer areas - India Today

શુક્રવારે એટલે કે ગઈકાલે 60 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ મુંદ્રામાં 1 ઈંચ, અંજાર, વેરાવળ, દ્વારકા, દાંતીવાડામાં અડધા ઈંચ જેટલો વરસાદ થયો હતો. હજુ પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છમાં વરસાદનું એલર્ટ અપાયું છે. જૂનાગઢ, મોરબી, રાજકોટ, ગીરસોમનાથમાં યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે. રાજ્યમાં 23 થી 30 ઓગસ્ટ દરમિયાન સિઝનનો 36 ટકા વરસાદ નોંધાયો છે. તો અમદાવાદમાં 2 અને 3 સપ્ટેમ્બરે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ અને, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

Rain batters south, central Gujarat districts, hundreds relocated | Ahmedabad News - The Indian Express

ગુજરાતમાં ભારે વરસાદના પગલે મોટા ભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદથી રસ્તાઓ, પુલો ધોવાઈ ગયા છે. કેટલીય ટ્રેનો રદ કરવામાં આવી છે. અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. નદીઓનું પાણી શહેરોમાં ફરી વળતા આખા શહેર બેટમાં ફેરવાયા છે. કચ્છના દરિયાકાંઠે અને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રના આસપાસના વિસ્તારો પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન 6 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને ચક્રવાતી તોફાન આસનામાં તીવ્ર બન્યું હતું. આસના ચક્રવાત શુક્રવારે સવારે 11:30 વાગ્યે ગુજરાતના ભુજથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં 190 કિમી દૂર હતું.

રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 18,000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને લગભગ 1,200 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ઓછો થયો હતો, પરંતુ નદીઓ વહેવાને કારણે ઘણા શહેરો અને ગામડાઓ જળબંબાકાર થઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘આસના’ વાવાઝોડું રચાશે ગુજરાતમાં, પણ ત્રાટકશે પાકિસ્તાનમાં

આ પણ વાંચો:અરબી સમુદ્રમાં સર્જાયેલું દબાણ ચક્રવાત ‘આસના’માં પરિવર્તિત, વડોદરામાં મગરે લીધો એકનો ભોગ

આ પણ વાંચો:કચ્છમાં આજે વાવાઝોડાની સંભાવના વધુ, કલેક્ટરે સાવચેત રહેવા જણાવ્યું