udaipur murder/ મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે ઉદયપુરમાં કનૈયાલાલના પરિવારજનોને મળશે, રાજ્યમાં તણાવની સ્થિતિ

ઉદયપુર પ્રવાસના પ્રસંગે સીએમ અશોક ગેહલોત સાંજે ભીમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંદીપ ચૌધરીને મળશે, જે બુધવારે રાજસમંદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયા હતા

Top Stories India

ઉદયપુરમાં ટેલર કનૈયાલાલનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ પછી, ઉદયપુરમાં સતત તણાવ છે.આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે ઉદયપુર જઈ રહ્યા છે.  તેઓ કનૈયાલાલના પરિવારજનોને મળશે. આ સાથે મુખ્યમંત્રી ઉદયપુરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ બેઠક કરશે.

udaipur murder / પાકિસ્તાનના દાવત-એ ઇસ્લામી સંગઠન વિશે જાણો,મુંબઇ,દિલ્હીમાં પણ મુખ્યાલય…

જો કે, અગાઉ રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને 50 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. આ સાથે પરિવારના બે લોકોને કોન્ટ્રાક્ટ પર નોકરી આપવામાં આવશે. આ પછી, ગુરુવારે સીએમ ગેહલોત મૃતકોના પરિજનોને મળશે અને તેમને આશ્વાસન આપશે.કનૈયાલાલની હત્યા બાદ આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. રાજસમંદના ભીમા શહેરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું. આ ઘટનામાં પોલીસકર્મીને ઈજા થઈ છે. ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોત વારંવાર લોકોને એક જ અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં હત્યાનો વીડિયો વાયરલ ન કરો. જો કે પોલીસે આ જઘન્ય ગુનાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરી છે.

Udaipur / પોલીસ પ્રોટેક્શન ન હટાવ્યું હોત તો પપ્પા બચી ગયા હોત, કનૈયાલાલના પુત્રોનું દુઃખ છલકાયુ

ઉદયપુર પ્રવાસના પ્રસંગે સીએમ અશોક ગેહલોત સાંજે ભીમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંદીપ ચૌધરીને મળશે, જે બુધવારે રાજસમંદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયા હતા. પોલીસે દેખાવકારોની ભીડને વિખેરવા માટે 10 થી વધુ રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો હતો. લગભગ 8 રાઉન્ડ રબર બુલેટ છોડવામાં આવી હતી.

28 જૂને ઉદયપુરમાં ટેલર કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યાનો આરોપ મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ પર છે. આ ઘટના બાદ રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ હોબાળો મચી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કનૈયાલાલે  નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી. જેના કારણે રિયાઝ અને ગૌસ મોહમ્મદે તેની હત્યા કરી હતી.