Ahmedabad News: અમદાવાદમાં આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ખોટી રીતે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરાતા 11 નવેમ્બરે 7માંથી 2 દર્દીના મોત થવા મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે (Gujarat Medical Council) ખ્યાતિ હોસ્પિટલને (Khyati Hospital) નોટિસ ફટકારી 7 દિવસમાં જવાબ માંગ્યો હતો, પરંતુ સપ્તાહ થઈ જતા હોસ્પિટલે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. આ મામલે કાઉન્સિલે જવાબદારને બે વર્ષ સુધી સસ્પેન્ડ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સપ્તાહ વીતી જવા છતાં પોલીસે માત્ર ડો. પ્રશાંત વજીરાણીની જ ધરપકડ કરી છે તેમજ ચિરાગ રાજપૂત, રાજશ્રી કોઠારી, સંજય પટોલિયા, કાર્તિક પટેલને હજુ સુધી શોધ શકી નથી. ગુજરાત મેડિકલ કાઉન્સિલે નોટિસ પાઠવી દર્દીની સારવારના તમામ કાગળો, દસ્તાવેજ, રિપોર્ટ અને અન્ય પુરાવા 7 દિવસમાં મોકલી આપવા તાકીદ કરી હતી. ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી પાસે રજિસ્ટ્રેશન, માલિકીનું નામ, સી-ફોર્મ તથા હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરોના રજિસ્ટ્રેશનની વિગતો માગી છે. નિયમ મુજબ બીજી અને ત્રીજી નોટિસ આપ્યા પછી કાઉન્સિલ જવાબદાર ડોક્ટર સામે કડક પગલાં લઈ શકે છે.
પરંતુ હજુ સુધી ખ્યાતિ હોસ્પિટલે મેડિકલ કાઉન્સિલને જવાબ આપવાની જરાય આળસ ખંખેરી નથી, ખંખેર્યા છે માત્ર સરકારના અને દર્દીઓના રૂપિયા. બીજી બીજુ ડો. પ્રશાંત વજીરાણીનું કડી સ્થિત ભાગ્યોદય હોસ્પિટલ હોસ્પિટલ સાથેનું કનેક્શન સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ વજીરાણી છેલ્લા અઢી વર્ષથી કાર્ડિયાક વિભાગમાં કામગીરી કરતો હતો. આ સમયમાં વજીરાણીએ 319 એન્જીયોગ્રાફી, 112 એન્જીયોપ્લાસ્ટી કરી હતી. હોસ્પિટલને પ્રધાનમંત્રી જનધન યોજનાહેઠળ રૂપિયા 6.16 કરોડ મળ્યા છે.
આ પણ વાંચો:‘ખ્યાતિકાંડમાં’ થયો મોટો ખુલાસો; 4 વર્ષમાં 3500 જેટલી કરાઈ સર્જરી, 25 કરોડ રૂપિયા સરકાર પાસેથી લીધાં
આ પણ વાંચો:ચકચારભર્યા ખ્યાતિ હોસ્પિટલકેસમાં ક્રાઈમ બ્રાંચ કરશે તપાસ : પોલીસ કમિશ્નર
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલ કાંડ સંચાલકો અને આરોગ્ય વિભાગના ભ્રષ્ટાચારનું જોઈન્ટ ‘ઓપરેશન’
