Ahmedabad News/ ચકચારભર્યા ખ્યાતિ હોસ્પિટલકેસમાં ક્રાઈમ બ્રાંચ કરશે તપાસ : પોલીસ કમિશ્નર

ફરાર ડોકટર આરોપી સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : હાલ રાજ્યમાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઇ પોલીસ કમિશ્નર જી એસ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કેસને લઇ મહત્વની બાબતો જણાવી હતી. સમગ્ર ઘટનાને લઇ તેઓએ જણાવ્યુ હતુ કે ખ્યાતિ હોસ્પિટલ કેસની દોર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જેમાં હાલ ફરાર ડોકટર આરોપી સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.પોલીસ કમિશ્નરના જણાવ્યા મુજબ આરોપી ગુજરાતમાંથી ભાગી ગયા હોવાની આશંકા તેઓને લાગી રહી છે.

જેને લઇ હાલ પોલીસ અને ક્રાઇમબ્રાન્ચ દ્વારા કામગીરીને વધારે કડક બનાવી દેવાઇ છે. ઘટનામાં ડો.પ્રશાંત વજીરાણીની ધરપકડ બાદ પોલીસે ક્રાઇમ બ્રાન્ચને કસ્ટડી સોંપી હતી. જેમાં ચાર્જશીટ બાદ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવશે. જોકે હાલ ડો. પ્રશાંત વજીરાણીને 7 દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. વિગતો મુજબ આરોપી ડૉ.પ્રશાંત વજીરાણીએ 4 વર્ષમાં 7 હજાર સર્જરી કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ 42 દિવસમાં 221 એન્ડિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી. જેમાં ઓક્ટોબર મહિનામાં 166 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી તો નવેમ્બર મહિનામાં 55 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી. આયુષ્યમાન યોજનાનો લાભ લેવા તમામ ફાઈલ મોકલાવામાં આવી હતી.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે હવે તપાસ તેજ બની છે. વાસ્તવમાં તપાસ સમિતિએ ખ્યાતિ હોસ્પિટલની તપાસ શરૂ કરી છે. વિગતો મુજબ તપાસ સમિતિએ ગાંધીનગર જઈ તપાસ શરૂ કરી છે. જેમાં યોજનાનો લાભ લેવા સરકારમાં કેટલી ફાઈલો મોકલી તેની તપાસ શરૂ કરાઇ છે. આ સાથે તપાસ સમિતિ ગાંધીનગરમાં તમામ ડેટા મેળવી રહી છે. આ સાથે અત્યાર સુધીમાં કેટલા કેસમાં યોજનાનો લાભ લીધો તેની તપાસ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા, ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારનો આક્ષેપ

આ પણ વાંચો: ખંભાતમાં મંજૂરી વિના 10 દિવસથી ચાલે છે મેળો:સ્થાનિક કોર્પોરેટરોએ વિરોધ કરતાં ભાંડો ફૂટ્યો, બે લોકોનાં મોત થયાંનો આક્ષેપ

આ પણ વાંચો: સુરતમાં BJP કોર્પોરેટર અમિત રાજપૂતનો આપઘાતનો પ્રયાસ, ખાનગી હોસ્પિટલમાં દાખલ