Vadodara News: વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર (Corporator) રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા (Murder) કરવામાં આવી હતી જેમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. કુખ્યાત આરોપી બાબર પઠાણે હત્યા કરી હોવાની માહિતી મળી છે. પોલીસે આ મમાલે તપાસ હાથ ધરી છે.
વડોદરામાં મહેતાવાડીમાં થયેલ મારમારીમાં ઇજાગ્રસ્ત તપન પરમારને સારવાર માટે SSG હોસ્પિટલ લાવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન મોત થતા DCP, ACP કક્ષાના અધિકારીઓ પણ SSG પહોંચ્યા હતા. સંગઠનના હોદ્દેદાર, કોર્પોરેટર કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
વડોદરામાં શિનોર તાલુકાની સ્વચ્છ છબી પર મોટો ડાઘ લાગ્યો હતો. ગત 4 સપ્ટેમ્બરે, શિનોર તાલુકામાં નૌકા પ્રશિક્ષણ કેન્દ્ર નજીક જાડી ઝાંખરા પાસે એક આધેડ વયની મહિલાની નગ્ન લાશ બાંધેલી શિનોર પોલીસને મળી હતી. ઝાડ સાથે બાંધેલી નગ્ન લાશ જોઈને પોલીસને શરૂઆતથી જ કંઈક અજુગતું હોવાની શંકા ગઈ હતી. આથી પોલીસે ઘટનાના તળિયે જવા માટે તપાસ તેજ કરી છે. જેમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા હતા. મૃતક મહિલાની પુત્રીએ પણ પોલીસ સમક્ષ તેની માતા સાથે કંઈક ખોટું થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી.
વડોદરાના વાઘોડિયા તાલુકામાં હાંસાપુરા ગામમાં મધરાત્રે પતિએ પત્નીના ગળામાં ચાકૂનો ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી અઢી માસના લગ્ન જીવનનો અંત લાવ્યો. પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધોનોના કારણે અઢીમાસના લગ્ન જીવનનો કરુણ અંત લાવ્યો છે. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:વડોદરામાં અઢી માસના લગ્નજીવમાં પતિએ કરી પત્નીની હત્યા
આ પણ વાંચો:વડોદરામાં આડા સંબંધની ના પાડતા દીયરે ભાભી પર ગેંગરેપ ગુજારી હત્યા કરી
આ પણ વાંચો:વડોદરામાં મિત્રએ જ ચાકૂના ઘા ઝીંકી મિત્રની કરી હત્યા