Vadodara News: વડોદરામાં પતિએ અડધી રાત્રે પત્નીને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી ગઈ છે. આ બનાવ વડોદરાના વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામમાં બન્યો છે. આ હત્યા પતિના પ્રેમપ્રકરણના લીધે બની હોવાનું માનવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે હજી તો અઢી માસ પહેલાં જ લગ્ન થયા હતા. અઢી માસના લગ્નજીવમાં પતિએ પત્નીની ગળે ચાકુના ઘા ઝીંકી હત્યા કરી હતી.
વડોદરાના વાઘોડિયા તાલુકામાં હાંસાપુરા ગામમાં મધરાત્રે પતિએ પત્નીના ગળામાં ચાકૂનો ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી અઢી માસના લગ્ન જીવનનો અંત લાવ્યો. પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધોનોના કારણે અઢીમાસના લગ્ન જીવનનો કરુણ અંત લાવ્યો છે. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
હાંસાપુરા ગામમાં રહેતા રઘુવીરસિંહ ઉર્ફ રઘુ વિજયસિંહ ચૌહાણના લગ્ન અઢી માસ પૂર્વે સાબરકાંઠા જિલ્લાના બાદલજીના મુવાડા ગામની 21 વર્ષીય સ્નેહા સાથે જ્ઞાતિનારીતિ રિવાજ મુજબ ધામધૂમથી થયા હતા. અઢીમાસના લગ્ન જીવન દરમિયાન સ્નેહાને પતિના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી, જેના કારણે નવદંપતી વચ્ચે ઝઘડાઓની શરૂઆત થઈ ગઈ હતી.
અઢીમાસના સંસારિક જીવન દરમિયાન સ્નેહાને પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધની જાણ થયા બાદ પતિ રઘુને પ્રેમ સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકી દેવા માટે જણાવ્યું હતું. પતિએ પણ પત્ની સ્નેહાને અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધ ભૂલી જવા માટે ખાતરી આપી હતી. પરંતુ પ્રેમમાં અંધ બનેલ પતિ અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધને ભૂલ્યો ન હતો અને અવારનવાર પ્રેમિકા સાથે વાતચીત કરતો હતો અને મળતો હતો. જેના કારણે સ્નેહાએ વિરોધ ચાલુ રાખ્યો હતો. જ્યારે સ્નેહા વિરોધ કરે ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતો હતો.
રાત્રે 2 વાગ્યાના સુમારો રઘુ અને સ્નેહા વચ્ચે પ્રેમ પ્રકરણને લઈને ઝઘડો શરૂ થયો હતો. બંને વચ્ચે થયેલા ઝઘડામાં આક્રોશની સીમા ઓળંગી ગયેલા પતિ રઘુએ પત્ની સ્નેહાના ગળામાં ધારદાર ચાકૂનો ઘા કરી સ્થળ પર ઢીમ ઢાળી દીધું હતું. લોહીલુહાણ થઈ ગયેલી પત્ની સ્નેહા લોહીના ખાબોચિયામાં તરફડીયા મારતી મોતને ભેટી હતી. દરમિયાન આ બનાવની જાણ મકાનના અન્ય રૂમમાં સૂઈ ગયેલા માતા-પિતા તેમજ બહેનને થતા તેઓ દોડી આવ્યા હતા. અને લોહીથી લથપથ સ્નેહાની લાશ જોઈને ચોંકી ઉઠ્યા હતા. મધરાત્રે ખેલાયેલા ખૂની ખેલની જાણ સવાર પડતા હાંસાપુરા ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઈ હતી અને ફળિયાના લોકો રઘુના ઘરે ટોળે વળી ગયા હતા. બાજુ આ બનાવની જાણ જરોદ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. પોલીસે હત્યા કરનાર પતિ રઘુવીર સિંહ ઉર્ફ રઘુ ચૌહાણની અટકાયત કરી હતી.
આ પણ વાંચો: સુરત લોકસભા ચૂંટણીમાં બિનહરીફ થવા અંગે મુકેશ દલાલને સમન્સ
આ પણ વાંચો: ગામડાંની મહિલાઓ બની આત્મનિર્ભર, લીંબોળી એકત્ર કરી સખીમંડળની બહેનોએ કરી કરોડોની કમાણી
આ પણ વાંચો: વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં