ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ ના કહેર વચ્ચે ગત માર્ચ ૨૦૨૦ થી તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. શાળાઓમાં નવા સત્ર શરુ થતા ઓનલાઈન અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે રાજમાં ઘટતા કોરોના ના કહેર વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રીએ શાળા-કોલેજ ખુલવા મુદ્દે મોટી જાહેરાત કરી છે. ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં આગામી 11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો શરૂ કરાશે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ જાહેરાત કરી છે. PG, UG, છેલ્લાં વર્ષનું શિક્ષણકાર્ય પણ શરૂ કરાશે. ગુજરાત રાજ્યનાં તમામ બોર્ડને આ નિયમ લાગૂ પડશે. અને આ અંગે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.
કેન્દ્ર સરકાર ની sop નો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. બધી સંસ્થાઓ ને sop મોકલી આપી છે. સંચાલકો અને અધિકારીઓ એ શાળામાં થર્મલ ગન, સેનેટાઈઝ કરવાનું રહેશે. બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાનું રહેશે. આ બધામાં સૌથી મહત્વ પૂર્ણ માતા પિતા અને વાલીઓની મંજૂરી મેળવવાની રહેશે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ શાળા એ આવે ત્યારે માસ્ક ફરજીયાત રહેશે. આ તમામ નિયમોનું ચુસ્ત પાલન કરાવવાની જવાબદારી સંચાલકો, આચાર્ય વગેરે ની રહેશે.
Frc નું કન્ફ્યુઝન આગામી ટૂંક સમય દૂર કરવામાં આવશે. તો માસ પ્રમોશન અંગે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જેટલું ભણાવ્યું હશે તેટલા અભાયાસ ક્રમ ની પરીક્ષા લેવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
