Surat News/ સુરત લોકસભા ચૂંટણીમાં બિનહરીફ થવા અંગે મુકેશ દલાલને સમન્સ

લોકસભા ચૂંટણી 2024માં સૌથી વધુ ચર્ચાસ્પદ બની હોય તો સુરતની બેઠક બની હતી. તેમા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયાં તેની સામે કોંગ્રેસે કરેલી પીટીશન પછી હાઇકોર્ટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.  આ અંગે મુકેશ દલાલે જણાવ્યું હતું કે મને હજી સુધી કોઈ સમન્સ મળ્યું નથી. મને સમન્સ મળશે તો હું તેનો જવાબ આપીશ.

Gujarat Surat Breaking News
Beginners guide to 2024 07 29T143332.837 સુરત લોકસભા ચૂંટણીમાં બિનહરીફ થવા અંગે મુકેશ દલાલને સમન્સ

Surat News: લોકસભા ચૂંટણી 2024માં સૌથી વધુ ચર્ચાસ્પદ બની હોય તો સુરતની બેઠક બની હતી. તેમા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયાં તેની સામે કોંગ્રેસે કરેલી પીટીશન પછી હાઇકોર્ટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.  આ અંગે મુકેશ દલાલે જણાવ્યું હતું કે મને હજી સુધી કોઈ સમન્સ મળ્યું નથી. મને સમન્સ મળશે તો હું તેનો જવાબ આપીશ. જ્યારે અરજદાર એટલે કે કોંગ્રેસનું કહેવું છે કે જો અમને સમન્સ મળતું હોય, બીજાને મળતું હોય તો મુકેશ દલાલને સમન્સ કેમ ન મળે.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ગયા બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો દ્વારા જે સિગ્નેચર કરવામાં આવી હતી, તે ખોટી હોવાનું પૂરવાર કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી દ્વારા આ બાબતે વાંધો ઊભો કરતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. કોંગ્રેસના લીગલ સેલ દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને લઈને કાયદાકીય લડત શરૂ કરવામાં આવી છે. મુકેશ દલાલ સામે શરૂ કરેલા કેસમાં હાઇકોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

કોંગ્રેસ તરફથી પિટિશન કરનાર કલ્પેશ બારોટે જણાવ્યું કે ભાજપે કાવતરું રચીને સુરતના લોકસભાના 19 લાખ મતદારોના મૂળભૂત અધિકારથી વંચિત રાખ્યા છે. મુકેશ દલાલ ભલે એવું કહેતા હોય કે મને સમન્સ મળ્યું નથી, પરંતુ ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની તાસીર રહી છે કે જૂઠું બોલવું, જોરથી બોલવું અને જાહેરમાં બોલવું. જો અમને ન્યાય નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીશું.

તેમણે જણાવ્યું હતું કે લોકશાહી અને તેના મૂલ્યોને ખતમ કરવા માંગતા ભાજપની સામે અમે લડાઈ લડી રહ્યા છીએ. મુકેશ દલાલે આજે નહીં તો કાલે કોર્ટમાં હાજર થવું જ પડશે. કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો જ પડશે. આ કાયદાકીય પ્રક્રિયા વડે જ તેમનો સામનો કરવામાં આવશે. લોકશાહીમાં મતદાન કે મતાધિકારને પવિત્ર માનવામાં આવે છે. હવે ગમે તેમ કહીને ઉમેદવારો દૂર કરવા અને લોકોને મતાધિકારને વંચિત રાખવા તે લોકશાહીની ઘોર ખોદવા સમાન બાબત છે. લોકો મતાધિકારથી દૂર રહે તેવી કોઈપણ પ્રકારની પ્રક્રિયા જ પ્રસ્થાપિત થવી ન જોઈએ. આ પ્રકારનો ખોટો ચીલો પડશે તો શાસન નિરંકુશ બની શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં વીમા કંપનીની ઓફિસના એસીમાં બ્લાસ્ટ થતાં અફડાતફડી

આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ

આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા થયા અતિ મહેરબાન