Not Set/ બ્રિટીશ સંસદે ફગાવ્યું બ્રેગ્જિટ બીલ, થેરેસા મે વિરુધ લાવવામાં આવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ

લંડન, બ્રિટનમાં થયેલા જનમત સંગ્રહમાં લોકોએ પોતાના દેશને યુરોપીય સંઘમાંથી અલગ કરવાના નિર્ણય બાદ હવે આ ડીલને બ્રિટીશ સંસદ દ્વારા ફગાવવામાં આવી છે. સંસદ દ્વારા પ્રધાનમંત્રી થેરેસા મેના આ બીલને ૪૩૨ સાંસદોની ભારે બહુમતીથી ફગાવાયું છે. આ બીલને ૨૦૨ સાંસદોએ સમર્થન પણ આપ્યું છે. બીજી બાજુ લેબર પાર્ટીના પ્રમુખ અને સંસદમાં વિપક્ષના નેતા જેરેમી કોર્બિન […]

Top Stories World Trending
10553386 3x2 બ્રિટીશ સંસદે ફગાવ્યું બ્રેગ્જિટ બીલ, થેરેસા મે વિરુધ લાવવામાં આવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ

લંડન,

બ્રિટનમાં થયેલા જનમત સંગ્રહમાં લોકોએ પોતાના દેશને યુરોપીય સંઘમાંથી અલગ કરવાના નિર્ણય બાદ હવે આ ડીલને બ્રિટીશ સંસદ દ્વારા ફગાવવામાં આવી છે.

સંસદ દ્વારા પ્રધાનમંત્રી થેરેસા મેના આ બીલને ૪૩૨ સાંસદોની ભારે બહુમતીથી ફગાવાયું છે. આ બીલને ૨૦૨ સાંસદોએ સમર્થન પણ આપ્યું છે.

બીજી બાજુ લેબર પાર્ટીના પ્રમુખ અને સંસદમાં વિપક્ષના નેતા જેરેમી કોર્બિન દ્વારા બુધવારે થેરેસા મે સરકાર વિરુધ અવિશ્વાસનો પ્રસ્તાવ આગળ વધાર્યો છે.

જો કે આ બેગ્જિટ બીલની સૌથી રસપ્રદ વાત એ છે કે, આ બીલના વોટિંગ દરમિયાન પ્રધાનમંત્રી મેના જ ઘણા સાંસદો દ્વારા વિરોધમાં વોટ કરવામાં આવ્યો છે. થેરેસાની કન્ઝર્વેટિવ પાર્ટીના ૧૧૮ સાંસદોએ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે મળીને વિરુધમાં વોટિંગ કર્યું છે.

આ પહેલા મેએ સંસદમાં અપીલ કરી હતી કે, બ્રિટેનની ભલાઈ માટે આં બીલને સમર્થન આપવામાં આવે, પરંતુ તેઓની આ અપીલ કામ ન લાગી હતી અને પોતાના સાંસદોએ વિરુધમાં વોટિંગ કર્યું હતું.

theresa may brexit के लिए इमेज परिणाम

આ બીલને ફગાવ્યા બાદ જ બ્રિટનમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે, કારણ કે યુરોપિયન સંઘમાંથી બ્રિટેનને હટવા માટેની અંતિમ તારીખ ૨૯ માર્ચ છે અને જાન્યુઆરીમાં આ બીલ ફગાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાના પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂન પણ આ બિલનું સમર્થન કરી ચુક્યા છે. તેઓનું માનવું છે કે, દેશ યુરોપિયન સંઘનો સાથ છોડશે અને એકલા બજાર સાથે જોડાઈ જશે.

જો કે હાલમાં બ્રિટેનનું પૂરું બજાર અને અર્થવ્યવસ્થા યુરોપ સાથે જોડાયેલું છે. જેથી જયારે પણ યુરોપના અન્ય દેશોની અર્થવ્યવસ્થા પર કોઈ અસર થાય છે ત્યારે તેની સીધી જ અસર બ્રિટેન પર જોવા મળે છે.