Rajkot News/ રાજકોટમાં સ્પાની આડમાં કથિત કુટણખાનું ઝડપાયું, ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સ પણ પકડાયા

રાજકોટના મવડી ચોક નજીક સ્પામાં AHTUનો (Rajkot Spa Raid) દરોડો, સંચાલકની ધરપકડ. બીજી તરફ ઓનલાઇન ફૂટબોલ અને ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સોને પણ પોલીસે ઝડપી પાડ્યા.

Rajkot Top Stories Gujarat Breaking News
Rajkot Spa Raid: સ્પામાં રૂ.4,000ની વસૂલાતનો ખુલાસો!

Rajkot News: રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા અલગ-અલગ કાર્યવાહી દરમિયાન સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડવામાં (Rajkot Spa Raid) આવ્યું છે. આ ઉપરાંત ઓનલાઈન ફૂટબોલ અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. AHTU ટીમે મવડી ચોક નજીક આવેલા ઓરેન્જ વેલનેસ ફેમેલી સ્પામાં દરોડો પાડી સંચાલક મહેશ ચૌહાણની ધરપકડ કરી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ અને PCBની ટીમે સટ્ટા રમતા બે શખ્સો સામે કાર્યવાહી કરી હતી.

Rajkot Spa Raid: સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનો ખુલાસો

રાજકોટ શહેર AHTU ટીમે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ચોક નજીક શિવમ બિલ્ડિંગમાં આવેલા ઓરેન્જ વેલનેસ ફેમેલી સ્પામાં (Orange Wellness Spa) દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્પાના સંચાલક 36 વર્ષીય મહેશ ચૌહાણની ધરપકડ કરી હતી. તેની પાસેથી કુલ ₹9,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેહવ્યાપારના ધંધામાં સંડોવાયેલી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ગ્રાહક પાસેથી પહેલાં એન્ટ્રી ફી પેટે ₹1,000 લેવામાં આવતા હતા. ત્યારબાદ એક્સ્ટ્રા સર્વિસના નામે વધુ ₹3,000 વસૂલવામાં આવતા હતા. આ રકમમાંથી મહિલાને ₹2,000 આપવામાં આવતા હતા, જ્યારે બાકીના ₹1,000 સંચાલક કમિશન પેટે પોતાની પાસે રાખતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ફૂટબોલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રેસકોર્સ રિંગરોડ પર પોલીસ હેડક્વાર્ટરના ગેટ સામે એક શખ્સ મોબાઈલમાં ઓનલાઈન જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે પોલીસે દરોડો પાડી ત્યાં હાજર શખ્સને અટકાવ્યો હતો. પૂછપરછમાં તેનું નામ પરાગ દિલીપ કાનાણી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે તેનો મોબાઈલ ચેક કરતાં તેમાં વિન બિઝ નામની એપમાં આઈડી મારફતે ઓનલાઈન ફૂટબોલ મેચ પર જુગાર રમતો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી. આઈડી કયા બુકી પાસેથી મેળવવામાં આવી હતી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઇન્ડિયા-શ્રીલંકા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો

બીજી તરફ, રાજકોટમાં બહુમાળી ભવન પાછળ શક્તિ ટી સ્ટોલ સામેની શેરીમાં એક શખ્સ મોબાઈલમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો હોવાની ચોક્કસ બાતમી PCB ટીમને મળી હતી. તેના આધારે ટીમે દરોડો પાડી શખ્સને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેનું નામ જયદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે તેનો મોબાઈલ તપાસતાં ઓલ પેનલ 777 નામની આઈડી મારફતે એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026માં ભારત અને શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ મેચ પર જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી છે અને આઈડી કયા બુકી પાસેથી મેળવી હતી તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: સુરતમાં હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

આ પણ વાંચો: જામનગરના રણજીતનગર વિસ્તારમાં ઝડપાયું કુટણખાનું, નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર કુટણખાનું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ

આ પણ વાંચો: ભરૂચમાં બંગલામાં ચાલતુ કુટણખાનું પકડાયુ, પોલીસે કરી બેની ધરપકડ