Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની જનરલ બોર્ડ (AMC General Board) બેઠકમાં સરકારી જમીન પર દબાણનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. મક્તમપુરા વોર્ડના કોંગ્રેસના કાઉન્સિલર હિતેન્દ્ર પીઠડિયાએ ભાજપના લાંભા વોર્ડના કાઉન્સિલર રાહુલ ભરવાડ સામે પીપળજ ગામમાં (Pipplaj Lake Land) સરકારી તળાવની 9,915 ચોરસ મીટર જમીન પર કબજો કરવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દો બોર્ડમાં રજૂ થતાં બેઠકમાં ગરમાવો જોવા મળ્યો હતો.
Pipplaj Lake Land: રિઝર્વ પ્લોટ અને એગ્રીકલ્ચર ઝોનમાં પણ ગેરકાયદે બાંધકામના આક્ષેપ
હિતેન્દ્ર પીઠડિયાએ આક્ષેપ કર્યો હતો કે AMCના 40 ટકા કપાતના રિઝર્વ પ્લોટમાં પણ ગેરકાયદે બાંધકામ (Illegal Construction) કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એગ્રીકલ્ચર ઝોનની 9,459 ચોરસ મીટર જમીન પર પણ બાંધકામ ચાલુ હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે સમગ્ર મામલાને ગંભીર ગણાવી સરકારી જમીન પરના દબાણનો મુદ્દો બોર્ડ સમક્ષ ઉઠાવ્યો હતો.
ગેરકાયદે બાંધકામ તોડી સરકારી જમીન ખુલ્લી કરવાની માંગ
જનરલ બોર્ડની બેઠક દરમિયાન હિતેન્દ્ર પીઠડિયાએ તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડીને પીપળજ તળાવ, રિઝર્વ પ્લોટ અને એગ્રીકલ્ચર ઝોનની સરકારી જમીન ખુલ્લી કરાવવાની માંગ કરી હતી. દબાણ દૂર કરવા અને આ મામલે કડક કાર્યવાહી કરવાની માગ સાથે તેમણે તંત્રનું ધ્યાન દોર્યું હતું.
આ પણ વાંચો: નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઉચ્ચ અધિકારીઓના ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલડોઝર
આ પણ વાંચો: ધંધુકા હત્યા કેસના આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર
આ પણ વાંચો: નરોડા કમળ તળાવ પાસેના ગેરકાયદે બાંધકામ પર દબાણ હળવું કરવા હાઇકોર્ટની લીલી ઝંડી
