Bhavnagar News: ભાવનગર-રાજકોટ હાઈવે પર નવાગામ (Navagam Accident) નજીક કાર અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. હાઈવે પરથી મોપેડ પર પસાર થઈ રહેલા બે યુવકોને કારે અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમના મોત (Two Youths Died) નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા બંને યુવકો ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Navagam Accident: કરચલિયા પરાના બે યુવકોનાં મોતથી શોક
પ્રાથમિક માહિતી મુજબ, ભાવનગર-રાજકોટ હાઈવે પર નવાગામ નજીક મોપેડ પર સવાર બે યુવકો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક કારચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને યુવકોને જીવલેણ ઇજાઓ પહોંચી હતી અને તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. એક જ વિસ્તારના બે યુવકોનાં મોતના સમાચારથી કરચલિયા પરામાં શોકની લાગણી ફેલાઈ છે.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા
અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ મૃતકોના પરિવારજનોને જાણ કરવા સહિતની જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કારચાલકની ભૂમિકા શું હતી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: તાપીના નિઝર નજીક અકસ્માત, ટ્રાવેલ્સ અને વેગનઆર કાર વચ્ચે ટક્કર થતા બે યુવકોનાં ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો: વેકેશન બાદ સ્કૂલે જતી 5 વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત, SG હાઈવે પર કાર પલટતાં ચાલકે જીવ ગુમાવ્યો
આ પણ વાંચો: અમદાવાદમાં કારચાલકની બેદરકારીથી અકસ્માત! 3થી 4 લોકોને લીધા અડફેટે
