ચોરી/ મોરબીમાં કુરિયર ગોડાઉનમાં 4 લાખની ચોરી થતાં ફરિયાદ

કુરિયરના ગોડાઉનમાં ચોરી થતાં ફરિયાદ

Gujarat

 રાજ્યમાં ચોરીના બનાવો ખુબ વધી રહ્યાં છે. મોરબીના પંચાસર રોડ  પર કુરિયર માટે ગોડાઉન ભાડે રાખેલ હતું આ ગોડાઉનનું શટર અજાણ્યા શખ્સે ચાવી વડે ખોલીને ટેબલના ખાનામાંથી કુરિયર પાર્સલ, ઓફીસ ખર્ચ અને કલેક્શનના રોકડ મળીને ૪.૩૭ લાખનો મુદામાલ ચોરી કરી ગયા છે જે બનાવની જાણ એ ડીવીઝન પોલીસમાં કરી હોવાથી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છના પરજાવ ગામના રહેવાસી અને હાલ કાલીકા પ્લોટ પાસે આવેલ શિવ સોસાયટી નર્મદા હોલ સામે રહેતા દિગ્વીજયસિંહ જીવણસિંહ રાઠોડ (ઉવ.૩૧) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે કુરીયરના વ્યવસાય સાથે જોડાયેલ હોય  તેનું ફીગેટ લોજીસ્ટીક પ્રા.લી કંપની વડોદરા વાળાનું ઓનલાઇન કુરીયર માટે પંચાસર રોડ અવધ ડેરી વાળી શેરી આશાપુરા કોપ્લેકસમાં આવેલ નવઘણભાઇ ડાભીનું ગોડાઉન ભાડે રાખેલ છે તે ગોડાઉનના શટરનુ કોઇ અજાણ્યા ઇસમે ચાવી વડે તાળું ખોલી અંદર પ્રવેશ કરી ગોડાઉનની અંદર રાખેલ ટેબલના ખાનાનો લોક તોડી ખાનામાં રાખેલ રોકડા રૂપીયા ૪,૩૭,૦૦૦ ચોરી કરી ગયેલ છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.