Not Set/ કેરળ પહોંચ્યુ મોનસૂન, IMD એ કહ્યુ- આ વર્ષે સારા પ્રમાણમાં પડશે વરસાદ

દેશમાં અત્યારે ઘણા વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે. ત્યારે આ ગરમીથી બચાવા માટે લોકો જલ્દી જ વરસાદી સીઝન ચોમાસુ શરૂ થાય તેની રાહ જોઇ રહ્યા છે.

Top Stories India

દેશમાં અત્યારે ઘણા વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે. ત્યારે આ ગરમીથી બચાવા માટે લોકો જલ્દી જ વરસાદી સીઝન ચોમાસુ શરૂ થાય તેની રાહ જોઇ રહ્યા છે. આ લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. જણાવી દઇએ કે, આજે સાઉથ-વેસ્ટ મોનસૂન કેરળ પહોંચી ગયું છે. હવામાન ખાતાએ આ માહિતી આપતાં કહ્યું કે, તે આ અંગેની તમામ વિગતો થોડા સમયમાં જણાવી દેશે.

રાજદ્રોહ કેસ / પત્રકાર વિનોદ દુઆને SC થી મળી રાહત, દેશદ્રોહની FIR કરી રદ

આપને જણાવી દઈએ કે ચોમાસુ બે દિવસ પછી કેરળ પહોંચ્યું છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે મોનસૂન 1 લી જૂને જ કેરળ પહોંચશે. હાલમાં, વિભાગનું કહેવું છે કે આ વખતે ચોમાસાની સીઝન ખૂબ સારી રહેશે, જે કૃષિ માટે સારો સંકેત છે. જણાવી દઈએ કે 21 મેનાં રોજ ચોમાસું અંદમાનમાં પ્રવેશ્યું હતું અને તેણે 27 મેનાં રોજ માલદીવને પાર કરી દીધુ હતુ, આ સમયે કેરળમાં વરસાદ શરૂ થયો છે. જો કે કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રી-મોનસૂન વરસાદ પડી રહ્યો છે. આઇએમડીએ કહ્યું કે, કેરળમાં આ વખતે સારા પ્રમાણમાં વરસાદની સંભાવના છે. અનુમાન મુજબ આ વખતે ચોમાસુ મધ્ય ભારતમાં સામાન્યથી ઉપર, ઉત્તર-દક્ષિણમાં સામાન્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્યથી નીચે રહેવાની સંભાવના છે. આને કારણે આગામી 3-4 દિવસ દરમિયાન હિમાલયનાં કેટલાક ભાગો અને ઉત્તર-પશ્ચિમ ભારતનાં વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. મોનસૂન હિંદ-અરબ સાગર તરફથી ભારતનાં સાઉથ-વેસ્ટ કોસ્ટ પર આવતા પવનોને કહેવામાં આવે છે, જેના કારણે વરસાદ પડે છે. આ પવન દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સક્રિય રહે છે અને વરસાદ લાવે છે.

ટ્રાયલ શરૂ / પટના AIIMS માં ત્રણ બાળકોને આપવામાં આવી કોરોના વેક્સિન

દિલ્હી, યુપી, કર્ણાટક, આંધ્ર, કેરળમાં ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે, આઇએમડી અનુસાર, દિલ્હીમાં હવામાન આ અઠવાડિયે સુખદ રહેશે, તેમણે કહ્યું છે કે, આજથી લઇને આવતા બે દિવસ સુધી, રાજધાનીમાં ભારે વાદળ વરસી શકે છે. તો બિહાર, હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશનાં ઘણા જિલ્લાઓમાં, ભારે પવન સાથે ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તરાખંડમાં ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.