Ahmedabad News/ અમદાવાદમાં બનાવટી ચલણી નોટો સાથે આરોપી ઝડપાયો

ઈન્દ્રભૂષણ ત્રિપાઠી નામના શખ્સની ધરપકડ

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં બનાવટી ચલણી નોટો સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 500 ના દરની સાત નોટો અને 100 ના દરમી 539 ચલણી નોટો કબજે કરી છે.તપાસમાં આરોપીનું નામ ઈન્દ્રભૂષણ ત્રિપાઠી હોવાનું બહાર આવ્યું છે. આરોપી ઈન્દ્રભૂષણ ત્રિપાઠી રખિયાલ માર્કેટમાં બનાવટી ચલણી નોટો વટાવે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો હતો.

આરોપીની પુછપરછ દરમિયાન રાકેશ રામ નામના વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે. રાકેશ રામે ધરપકડ કરાયેલા આરોપી ઈન્દ્રભૂષણને આ નોટો આપી હોવાનું તપાસમાં ખુલ્યું છે.આ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



આ પણ વાંચો: ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી તેમજ બહુચરાજી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

આ પણ વાંચો: મહેસાણાના બહુચરાજી મંદિરનું થશે પુનઃનિર્માણ, CM ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યા બાદ જનસુખાકારીની કરી પ્રાર્થના

આ પણ વાંચો: ભંડારિયા ગામેની 300 વર્ષ જૂની પરંપરા, હિંદુ-મુસ્લિમ સાથે માતાજીની કરે છે આરતી