Amreli News/ મંત્રીપદના જરાપણ અભિમાન વગર જૂના સાથી અને વડીલને મળતા ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા

ઊર્જામંત્રી કૌશિક વેકરિયા ની સાદગી અને સરળતાનો કોઈ જવાબ નથી. મંત્રીપદનું અભિમાન તેમને સ્પર્શ્યુ નથી. આજે પણ તેઓ પહેલાં જેમ લોકોને મળતા હતા તેટલી જ સરળતાથી મળે છે. તેનો વધુ એક પુરાવો તેમણે અમરેલીની મુલાકાત વખતે આપ્યો હતો.

Top Stories Gujarat Others Breaking News
કૌશિક વેકરિયા ની સાદગી

Amreli News: સામાન્ય રીતે કોઈ વિધાનસભ્ય બને કે મંત્રીમંડળમાં સ્થાન પામે તો તેની આસપાસ ગાડીઓનો કાફલો હોય છે. સ્વાભાવિક રીતે મંત્રીપદ મળે એટલે રોફ મારે જ, પરંતુ રાજ્યમાં તાજેતરમાં મંત્રીમંડળમાં સ્થાન પામે ઉર્જામંત્રી કૌશિક વેકરિયા એ આ બધાથી વિપરીત ચીલો પાડ્યો છે. આજે પણ તેઓ પહેલાની જેમ જ રહે છે. તેમનામાં મંત્રીપદનો જરા પણ પાવર આવ્યો નથી.

કૌશિક વેકરિયા ની સાદગી

તાજેતરમા જ રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ રવિવારે અમરેલી તાલુકાના કમીગઢ મુકામે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યા બાદ પરત જઈ રહ્યા હતા.

આ દરમિયાન ગામના પાદરમાંથી પસાર થતા એક મોટરસાઇકલ ચાલકે હાથ ઊંચો કરતા રાજ્યમંત્રીશ્રી એ પોતાનો કાફલો થંભાવી દીધો હતો. આ દરમિયાન આત્મીયતાથી વાત કરી રહેલા રાજ્યમંત્રશ્રીને નિહાળી તેમના પરિચીત અને ગામના વડિલ 80 વર્ષના શ્રી, હરજીબાપા આવ્યા હતા.

હરજીભાઈ ફીણવિયા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સાથે પહેલાંથી પરિચય ધરાવે છે. તેમને મળી અને રાજ્યમંત્રીશ્રીએ જૂની યાદો વાગોળી હતી. વયોવૃદ્ધશ્રી હરજીબાપાએ રાજ્યમંત્રીશ્રીને અમરેલીની જનસુખાકારી કરતા રહેવા માટે રાજ્યમંત્રીશ્રીને અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા. આમ પોતાના વતનના લોકો સાથે કૌશિક વેકરિયા ખૂબ જ આત્મીયતાથી મળ્યા હતા.

ધારાસભ્યપદ મળ્યું તો પણ તેમને જરા પણ અભિમાન કે ગર્વ ન હતો અને મંત્રીપદ મળ્યું તો પણ તેમની તે જ આત્મીયતા અને તે જ સ્વભાવ. સત્તાની સાથે મળતું તોછડાપણુ કે ગુમાન જરા પણ તેમના સ્વભાવમાં જ નથી. લોકોને ઉપયોગી થવાની અને તેમના હાલચાલ પૂછવાની તેમનામાં ભળી જવાની તેમની ક્ષમતા યથાવત્ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કૌશિક વેકરિયાએ વિરોધ ખાળ્યો, કેબિનેટમાં મળ્યું સ્થાન

આ પણ વાંચો: રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ કાયદા અને ન્યાય તંત્ર વિભાગનો પદભાર સંભાળ્યો…

આ પણ વાંચો: કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના અગત્યના મુદ્દાઓના ત્વરિત નિરાકરણ માટે સૂચનાઓ આપી…