સુરત શહેરમાં પાંચ દિવસમાં સર્જાયેલા સિટી બસ દ્વારા સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો પછી હવે તંત્ર સફાળું બેઠું થયું છે. એક્સિડન્ટમાં 4 લોકોની જાન ગયા પછી સુરત કોર્પોરેશને સુરતના રસ્તા પર દોડતી સિટી અને બીઆરટીએસ બસની સ્પીડ કંટ્રોલ કરવા માટે આદેશ આપ્યો છે.આ આદેશ પ્રમાણે હવે સુરતના રસ્તા પર 40 કિલોમીટરથી વધુ સ્પીડે બસ દોડતી જોવા મળશે નહીં.
આ આદેશ પ્રમાણે હાલ સુરતના રસ્તા પર દોડતી સિટી અને બીઆરટીએસ બસની સ્પીડ 45થી 50 કિલોમીટરની છે, જેને હવે 40 કિલોમીટરની સ્પીડ કરી દેવામાં આવશે.
પાલિકા દ્વારા બસ કોન્ટ્રાક્ટર પ્રસન્ના પર્પલ, ચાર્ટડ સ્પીડ, આદિનાથ ટ્રાવેલ્સ, હંસા ટ્રાવેલ્સ, મારુતિ ટ્રાવેલ્સને પત્ર લખીને સ્પીડમાં ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે.
ગત અઠવાડિયામાં 4 દિવસમાં 4 અકસ્માત સૂરતવાસી માં ભારે રોષ ફેલાયેલો હતો.અનેક લોકોએ સિટી અને બીઆરટીએસ બસની સ્પીડમાં ઘટાડો કરવા માંગણી કરી હતી. સતત પાંચ દિવસ અકસ્માત બાદ પાલિકાએ તમામ બસ ઓપરેટરોને સ્પીડ ગવર્નન્સનો ઉપયોગ કરી બસની સ્પીડમાં ઘટાડો કરવાની સૂચના આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
