Surat/ અંધશ્રદ્ધાના નામે તાંત્રિકે યુવતી સાથે કર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય

આજના સોશિયલ મીડિયાના અને ટેકનોલોજીના યુગમાં લોકો હજી પણ વર્ષોથી ચાલતી અંધશ્રદ્ધા પર વિશ્વાસ મુકતા આવ્યા છે. આ અંધશ્રદ્ધાના કારણે લોકો ભોગ બન્યા હોવાની ઘટનાઓ પણ વાંરવાર બનતી આવી છે,

Gujarat Surat

આજના સોશિયલ મીડિયાના અને ટેકનોલોજીના યુગમાં લોકો હજી પણ વર્ષોથી ચાલતી અંધશ્રદ્ધા પર વિશ્વાસ મુકતા આવ્યા છે. આ અંધશ્રદ્ધાના કારણે લોકો ભોગ બન્યા હોવાની ઘટનાઓ પણ વાંરવાર બનતી આવી છે, ત્યારે આ ઘટનાઓમાં વધુ એક ઉમેરાઈ છે.

અંધશ્રદ્ધાના ચક્કરમાં હવે સુરત શહેરની એક ફસાઈ ગઈ છે અને તેની સાથે નામે તાંત્રિકે સૃષ્ટિ વિરુધનું કૃત્ય કૃત્ય કર્યું હોવાની એક ઘટના સામે આવી છે.

આ ઘટના જોઈએ તો, યુવતીનો વેપાર સારો ન ચાલતો હોવાનાં લીધે તેનાં કોઈ પરિચિત દ્વારા તેને એક તાંત્રિકની પાસે વિધિ કરવવા જાણકારી આપવામાં આવી હતી. જેને લીધે પોતાનો વેપાર સારો ચાલે તે માટે આ યુવતીનો પરિવાર વર્ષ 2017માં વડોદરા શહેરમાં હિરેન પુરોહિત નામના જ્યોતિષ પાસે વિધિ કરાવવાથી વેપાર-ધંધો સારો ચાલશે. એટલે વર્ષ 2017માં હિરેન નરેન્દ્ર પુરોહિતને સુરત શહેર બોલાવાયો હતો. તે યુવતીનાં ઘરે ગયો તેમજ તે તાંત્રિકે કહ્યું કે, તેનાં ઉપર માતાજીનાં આશિર્વાદ છે. ઘણા ટોટકા પણ કર્યા હતા.

આ વિધિ માટે, યુવતી વિધિ એકાંતમાં આવું પડશે તેવું કહ્યું હતું. જો અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે અન્યને ચોટી જાય તેમ છે. એવું કહીને તે યુવતીને બીજા રૂમમાં બોલાવી હતી. ત્યાં યુવતીની ઉપર વિધી કરીને ઘેનવાળો પ્રસાદ ખવડાવવામાં આવ્યો હતો. જેથી તે યુવતી બેહોશ થઈ ગઈ.’અને આ તાંત્રિકે યુવતી પર દુષ્કર્મ કર્યું હતું.  ત્યારબાદ હવે આ તાંત્રિક સામે ભાવનગર જીલ્લા ખાતે દુષ્કર્મની FIR નોંધાતા સુરત શહેરની યુવતી એ પણ આ તાંત્રિક સામે હિંમત કરી સુરત શહેરનાં કતારગામ વિસ્તારના પોલીસ મથકમાં દુષ્કર્મની FIR નોંધાવી છે