New Delhi/ ભારતની એરલાઈન્સે 2023 અને 2024માં 1359 વિમાનના ઓર્ડર આપ્યા, અત્યારે દેશમાં 680 વિમાન કાર્યરત અને 133ને વિવિધ એરલાઈને ગ્રાઉન્ડેડ કર્યા

સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રીને વિમાન બાબતો પર પ્રશ્ન પૂછ્યો, જાવાબમાં, દેશમાં 105 વિમાન 15 વર્ષ કરતા જૂના છે જ્યારે 435 વિમાન 5 વર્ષથી ઓછી વયના છે….

Top Stories Gandhinagar Gujarat
Yogesh Work 2025 03 24T192600.360 ભારતની એરલાઈન્સે 2023 અને 2024માં 1359 વિમાનના ઓર્ડર આપ્યા, અત્યારે દેશમાં 680 વિમાન કાર્યરત અને 133ને વિવિધ એરલાઈને ગ્રાઉન્ડેડ કર્યા

Gandhinagar : રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપેલી માહિતી મુજબ, માર્ચ 24, 2025 ભારતની વિવિધ એરલાઈન્સે અગાઉના 2 વર્ષમાં 1359 નવા વિમાનના ઓર્ડર આપ્યા છે- જેમાંથી 999 નવા વિમાનના ઓર્ડર 2023માં અને 360 નવા ઓર્ડર 2024માં અપાયા હતા. હાલ, દેશમાં વિવિધ એરલાઈન્સના કુલ 680 વિમાન ઉતારુઓ માટે કાર્યરત છે જ્યારે કુલ 133 વિમાન ગ્રાઉન્ડેડ છે.

અત્યારે દેશમાં 105 વિમાનો એવા પણ છે કે જે 15 વર્ષ કરતા પણ જૂના છે, અને આમાંના 43 વિમાન એર ઈન્ડિયા લિ.ના તેમજ 37 વિમાન એર ઈન્ડિયા એક્સપ્રેસ લિ.ના છે. જ્યારે કે હાલ સેવારત 680 વિમાનમાંથી, 319 વિમાન ઈન્ટરગ્લોબ એવિયેશન લિ.ના (ઈન્ડિગો), 198 એર ઈન્ડિયા અને 101 એર ઈન્ડિયા એક્સપ્રેસના તેમજ બાકીના અન્ય એરલાઈન્સના વિમાન છે. રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભાના સાંસદ  પરિમલ નથવાણીએ ભારતમાં પેસેન્જર એરલાઈન્સ સંબંધે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં આ તમામ માહિતી આપી હતી.

Details of new aircraft orders placed by different airlines 2023 & 2024:

Name of
Airline
Type of Aircraft No of aircraft orders placed year
wise (2023 & 2024)
2023
IndiGo A320 NEO Family 500
Air India Ltd A320 FAM
A321neo+A320neo)
235
B777-9 10
B787-9 20
A350 Series (350-
1000+A350-900)
40
Air India
Express
Limited
Boeing 737-8 190
Akasa Air Boeing B737-8/-8200 4
2024
IndiGo A320 NEO Family 10
A350 30 firm aircraft + Purchase Rights for
70 aircraft
Air India Ltd A320 FAM
A321neo+A320neo)
90
A350 Series (350-
1000+A350-900)
10
Akasa Air Boeing B737-8/-8200 150
Total   1359

મંત્રીએ જણાવેલી વિગતો અનુસાર, ભારતમાંથી છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં વિમાનના ઓર્ડર ઈન્ડિગોએ આપ્યા છે, જેમાંથી 2023માં 500 એ3208 નિઓ ફેમિલિ એરક્રાફ્ટના તેમજ 2024માં 10 એ320 નિઓ ફેમિલી એરક્રાફ્ટના ઉપરાંત એ350 એરક્રાફ્ટના 30 ફર્મ ઓર્ડર્સ તથા 70 નંગ એ350 એરક્રાફ્ટના પર્ચેઝ રાઈટ્સનો સમાવેશ થાય છે. આ 02 વર્ષમાં નવા એરક્રાફ્ટના ઓર્ડર આપવામાં બીજા સ્થાને એર ઈન્ડિયા રહેલી છે (જેની વિગતો નીચે કોષ્ટકમાં અપાયેલી છે). તાજેતરમાં જ લોંચ કરાયેલી અકાસા એરે 2023માં ફક્ત 4, પરંતુ 2024માં 150 જેટલા નવા બોઈંગ બી737-8/-8200 એરક્રાફ્ટનો મસમોટો ઓર્ડર આપ્યો છે.

Details of passenger aircraft currently in operation by different airlines:

Name of the Airline

No. of operational aircraft

for passenger travel

Air India Ltd 198
SpiceJet 19
Alliance Air 6
InterGlobe Aviation Ltd. (IndiGo) 319
Air India Express Limited 101
Ghodawat Enterprises Pvt Ltd (STAR AIR) 8
Akasa Air 27
Just Udo Aviation Pvt Ltd 2
Total 680

મંત્રીના ઉત્તરમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, ભારતની વિવિધ એરલાઈન્સ પાસે હાલ કુલ 813 વિમાનનો કાફલો છે, જેમાંથી 133ને ગ્રાઉન્ડેડ કરાયેલા છે. જ્યારે આમાંથી 435 વિમાન 5 વર્ષથી ઓછી વયના, 185 વિમાન 5-10 વર્ષની વચ્ચેની વયના, 88 વિમાન 10-15 વર્ષની વચ્ચેની વયના, જ્યારે 105 વિમાન 15 વર્ષથી પણ જૂના છે. ઈન્ડિગોના કાફલામાં રહેલા કુલ 319 કાર્યરત વિમાનમાંથી 283 વિમાન એવા છે કે જે 5 વર્ષ કરતા પણ ઓછી વયના છે.

Details of Vintage of passenger aircraft operated by Airline:

Name of the Airline Details of Aircraft
Less than 5 years 5-10 years 10-15 years Above 15 years
Air India Ltd 69 59 27 43
SpiceJet 0 12 20 18
Alliance Air 2 11 8 0
InterGlobe Aviation Ltd. (IndiGo) 283 97 20 3
Air India Express Limited 53 3 11 37
M/s. GHODAWAT
ENTER PVT LTD (STAR AIR)
1 1 2 4
Akasa Air 27 0 0 0
Just Udo Aviation Pvt
Ltd. (Fly91)
0 2 0 0
Sub-Total 435 185 88 105
Total 813

વિમાનને વધુમાં વધુ કેટલા સમય સુધી ઉડ્ડયન માટે મંજૂરી આપી શકાય તેના નિયમન અંગે મંત્રીએ જવાબ આપ્યો હતો કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા ભારતમાં કોઈ વિમાન માટે આવરદા નિર્ધારિત કરતી માર્ગદર્શિકા ઘડાઈ નથી. આમ છતાં ઉત્પાદકે નિર્ધારિત કરેલા અને મંજૂર કરાયેલા શિડ્યુલ મુજબ મેન્ટેનન્સ કરાતું રહે તો વિમાનને ઉડ્ડયન લાયક ગણવામાં આવે છે.

ભારતમાં રજિસ્ટર્ડ વિમાનનું ટાઈપ સર્ટિફિકેટ જ્યાં સુધી ટાઈપ ઓફ એરક્રાફ્ટને માન્ય રહે અને વિમાનના સતત ઉડ્ડયન માટે ઉત્પાદક તરફથી પૂરી પડાતી ઉત્પાદન/ મેન્ટેનન્સ સહાયતા હેઠળ વિમાનને એવરી લેવાય ત્યાં સુધી તે ઓપરેટ કરી શકે છે. કોઈ સંજોગોમાં વિમાનમાં આર્થિક રીતે પોષાય તેવી મરામત શક્ય જ ન હોય અથવા તો પાર્ટ્સ ઉપલબ્ધ ન હોવા જેવા કારણોથી તેને ‘કાયમી ધોરણે ઉપયોગમાંથી પાછું ખેંચી લેવાય’ તો જે-તે વિમાનને ઉડ્ડયન કામગીરીમાંથી પાછું ખેંચી લેવાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હૈદરાબાદ એરપોર્ટ પરથી ED એ બિઝનેસ જેટ જપ્ત કર્યું : કરોડોની છેતરપિડીના આરોપમાં પ્રમોટરો આ વિમાનમાં વિદેશ ભાગી ગયા હતા

આ પણ વાંચોઃ અમેરિકા હવે લશ્કરી વિમાન દ્વારા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને નહીં મોકલે, ટ્રમ્પ વહીવટીતંત્ર ખર્ચથી ચિંતિત

આ પણ વાંચો: અમેરિકાના ફિલાડેલ્ફિયામાં વિમાન દુર્ઘટના, 6ના મોતની આશંકા