Kolkata News : Narendra Modi ની રેલી (Modis Rally)પહેલા Kolkata માં ભારે હોબાળો (Tension)મચ્યો હતો. Trinamool Congress (TMC) અને Bharatiya Janata Party (BJP) ના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.
BJPએ આરોપ મૂક્યો છે કે TMCના કાર્યકરો તેમને રેલી સ્થળે પહોંચતા અટકાવી રહ્યા હતા. બીજી તરફ TMCએ દાવો કર્યો કે BJPના કાર્યકરોએ હુમલો કર્યો.
મોદીની રેલી (Modis Rally)પહેલા રાજ્યમંત્રી શશી પંજાના ઘર પર પથ્થરમારો
કોલકાતા (Kolkata)માં Shashi Panja ના નિવાસસ્થાન પર પણ પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. આ ઘટના ગિરીશ પાર્ક વિસ્તારમાં બની હતી. TMCના કાર્યકરોના જણાવ્યા મુજબ, BJPના કાર્યકરો બ્રિગેડ મેદાન તરફ જતા સમયે હુમલો કર્યો.
જોકે BJPએ વળતો આરોપ મૂક્યો કે ગિરીશ પાર્કમાંથી કૂચ કરતી વખતે TMCના કાર્યકરોએ તેમના પર ઇંટો અને પથ્થરો ફેંક્યા. BJPએ વધુમાં કહ્યું કે આ ઘટનામાં પોલીસ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
રેલીમાં Narendra Modi 2026ની વિધાનસભા ચૂંટણી માટેની રૂપરેખા રજૂ કરશે

બંગાળમાં BJP દ્વારા “પરિવર્તન યાત્રા” કાઢવામાં આવી હતી, જેમાં મહિલાઓની સુરક્ષા, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. આ યાત્રા 1 અને 2 માર્ચથી શરૂ થઈ હતી અને 4 માર્ચે રાજ્યના નવ અલગ-અલગ સ્થળોથી આગળ વધારવામાં આવી હતી.
આ યાત્રાએ લગભગ 50,000 કિલોમીટરનું અંતર કાપ્યું અને રાજ્યની 250થી વધુ વિધાનસભા બેઠકોને આવરી લીધી હતી. 10 માર્ચે આ યાત્રાનો સમાપન થયો. આજે યોજાનારી રેલીમાં Narendra Modi 2026ની વિધાનસભા ચૂંટણી માટેની રૂપરેખા રજૂ કરશે.
શશી પંજાનું નિવેદન
મંત્રી Shashi Panja એ જણાવ્યું કે તેમના પર ઈંટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને ઈજા પહોંચી છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં 50થી વધુ TMC કાર્યકરો ઘાયલ થયા છે.
તેમણે આરોપ લગાવ્યો કે BJPના કાર્યકરોએ “ભાજપનો બહિષ્કાર કરો” લખેલા બેનર ફાડી નાખ્યા અને TMC સમર્થકો પર પથ્થરમારો કર્યો. આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાનું જણાવાયું છે.
શશી પંજાના જણાવ્યા મુજબ, કોલકાતા(Kolkata)માં આ પ્રકારની હિંસા અગાઉ ક્યારેય જોવા મળી નથી અને રાજ્યમાં આવી અરાજકતા અસ્વીકાર્ય છે.
આ પણ વાંચો : કોલકાતામાં IIMની છોકરાઓની હોસ્ટેલમાં યુવતી પર બળાત્કારને પગલે ચકચાર મચી
આ પણ વાંચો : કોલકાતામાં મોડલ્સના મોતથી ઈન્ડસ્ટ્રી હચમચી, ચોથો કેસ સામે આવ્યો
આ પણ વાંચો : કોલકાતા-શિલોંગ ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ ધમકી, મુસાફરોને ઉતારાયા તાત્કાલિક
