Vadodara News: મધ્ય ગુજરાત (Central Gujarat) માં પણ ભારે વરસાદ (Heavy Rain પડ્યો હતો. વડોદરાના ડભોઈ(Dabhoi) માં ધીમીધીમી ધારે વરસાદ શરૂ થયા પછી ભારે પવન તેમજ ગાજવીજ સાથેવ રસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદી માહૌલ જામતા લોકોને બફારાથી રાહત મળી હતી.
વરસાદ શરૂ થવાના પગલે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ડાંગરના પાકને મોટું નુકસાન જવાની ભીતિ છે. ડભોઈના લાખો હેક્ટરનો વિસ્તાર ડાંગરના પાક પર નિર્ભર છે. જગતનો તાત સામાન્ય રીતે તો વરસાદને વરસવા માટે કાલાવાલા કરતો હોય છે, પરંતુ આ વખતે તે વરસાદને અટકવા માટે કાલાવાલા બંધ કરી રહ્યો છે.
દાહોદમાં પણ વરસાદી માહૌલ જામ્યો છે. બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. લીમડીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ પછી ધોધમાર વરસાદ વરસ્યો છે. ઝાલોદ, લીમડી અને નાનસલયમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે વાતાવરણમાં પલ્ટો આવવાની આગાહી કરી હતી.
દાહોદ જિલ્લામાં વરસાદ જામતા લીમખેડા, લીમડી અને દેવગઢ બારીયામાં વરસાદ પડ્યો છે. સીગવડ પંથકમાં પણ વરસાદ જામ્યો છે. વરસાદના પગલે પાકને નુકસાન થયું છે. ચોમેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહીને અનુરૂપ જ આસો મહિનામાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ છે.
પંચમહાલના ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કડાકાભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારો અને રોડ પર પણ પાણી ભરાયા છે. વરસાદના લીધે વાતાવરણાં ચોમેર ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગની આગાહીને અનુરૂપ ગોધરા સહિતના આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યો છે.
આ જ રીતે છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ પડ્યો છે. બોડેલી સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઢોકલિયા, અલીપુરા અને જૂની બોડેલીમાં વરસાદ પડ્યો છે. મંજીપુરા, મોડાસર અને અજાલીમાં વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો: મધ્ય ગુજરાતના મેઘમહેર, વડોદરા-છોટાઉદેપુર-પંચમહાલમાં ભારે વરસાદ
આ પણ વાંચો: રાજ્યમાં આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, લોકોની ઘરવખરી સાથે પશુઓ પણ તણાયાં