Not Set/ જૂનાગઢ/ ત્રણ પુત્રીઓને કૂવામાં ફેંકી પિતાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

જૂનાગઢ, ભેંસાણના ખંભાળિયા ગામે સનસનીખેજ ઘટના સામે આવી છે, ગ્રામ રક્ષક દળમાં કામ કરતા કારસીભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દિકરીઓને ઉંડા કૂવામાં ફેંકી દીધી હતી, જેમનું મોત થઇ ગયું છે, બાદમાં પોતે કૂવાની બાજુમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. કારસીભાઇને સંતાનોમાં ત્રણ દિકરીઓ હતી અને ચોથી દિકરીનો જન્મ થયો હતો, પુત્રજન્મના મોહમાં તેમને […]

Top Stories Gujarat Others

જૂનાગઢ,

ભેંસાણના ખંભાળિયા ગામે સનસનીખેજ ઘટના સામે આવી છે, ગ્રામ રક્ષક દળમાં કામ કરતા કારસીભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દિકરીઓને ઉંડા કૂવામાં ફેંકી દીધી હતી, જેમનું મોત થઇ ગયું છે, બાદમાં પોતે કૂવાની બાજુમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.

કારસીભાઇને સંતાનોમાં ત્રણ દિકરીઓ હતી અને ચોથી દિકરીનો જન્મ થયો હતો, પુત્રજન્મના મોહમાં તેમને પોતાનો પરિવાર વેરવિખેર કરી દીધો છે, ઘટના બાદ તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

કારસીભાઇ પોતાની ત્રણેય દિકરીઓને લઇને પરબધામ ફરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યાં હતા, ગામ નજીકના કૂવા પાસે જઇને તેમને ત્રણેય દિકરીઓને કૂવામાં ધકેલી દીધી હતી, પછી તેમને ઝેરી દવા પી લીધી પરંતુ તેની ખાસ અસર ન થતા તેમને ગળેફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી દીધી, ઘટના પછી ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

સ્થાનિક લોકો અને પોલીસનાં જણાવ્યાં પરથી ખબર પડી કે પુત્રમોહ અને પૈસાની તંગીને કારણે તેમને મજબૂરીમાં આ પગલું ભર્યું હશે, બાકી કોઇ પિતા આટલી હદે ન જઇ શકે, પોલીસે ત્રણ દિકરીઓના મૃતેદહને કૂવામાંથી બહાર કાઢ્યાં છે અને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.