ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીની આજે મત ગણતરી ચાલી રહી છે. ગુજરતની તમામ બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહી છે. ત્યારે કમલમ ખાતે પણ વિજ્યોત્સ્વની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. સીએમ અને સી.આર.પાટીલ કમલમમાં ઉપસ્થિત છે. અને આ પ્રસંગે પાટીલે કહ્યું છે કે, ભાજપની ભવ્ય જીત થઈ છે. આ જીત ભાજપના કાર્યકરોની જીત છે.
નોધનીય છે કે ગુજરાતની તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર ભવ્ય લીડ મેળવી ચુક્યા છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે જીત નો શહેરો ભાજપના કાર્યકરોને માથે પેહરાવ્યો છે.
