Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનની શરૂઆત થતાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં (Monsoon Diseases)સતત વધારો નોંધાઈ રહ્યો છે. વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતાં ડેન્ગ્યૂ, વાયરલ ફીવર, ડાયેરિયા અને અન્ય ચેપજન્ય બીમારીઓનું (Monsoon Diseases) જોખમ વધી ગયું છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
Monsoon Diseases : ડેન્ગ્યૂના કેસોમાં 5 ગણો વધારો

અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ, ગત મહિનાની સરખામણીએ ચાલુ જુલાઈ મહિનામાં ડેન્ગ્યૂના કેસોમાં પાંચ ગણો વધારો નોંધાયો છે. માત્ર આ મહિને જ હોસ્પિટલમાં ડેન્ગ્યૂના 19 કેસ (Dengue Cases) નોંધાતા ચિંતા વધી છે. નિષ્ણાતોના મતે ચોમાસા દરમિયાન મચ્છરોની વધતી સંખ્યા તેના મુખ્ય કારણોમાંથી એક છે.
વાયરલ ફીવર સહિત અન્ય રોગોમાં પણ વધારો

ડેન્ગ્યૂ ઉપરાંત વાયરલ ફીવરના (Viral Fever)સૌથી વધુ 444 કેસ નોંધાયા છે. આ સિવાય કમળાના 139 કેસ, ડાયેરિયાના 118 કેસ અને ચિકનગુનિયાના 5 કેસ પણ સામે આવ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓની વધતી સંખ્યાને કારણે આરોગ્ય તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આરોગ્ય વિભાગે આપી મહત્વની સલાહ
વધતા રોગચાળાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે નાગરિકોને ઘરની આસપાસ(Monsoon Health Alert) સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા અને મચ્છરોના પ્રજનનને રોકવા અપીલ કરી છે. સાથે જ ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવા અને તાજો તથા સ્વચ્છ ખોરાક લેવાની સલાહ આપવામાં આવી છે.
લક્ષણો દેખાય તો તરત સારવાર લો
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિને સતત તાવ, શરીરમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા અથવા ડેન્ગ્યૂ જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવી જોઈએ. સમયસર સારવાર ગંભીર સ્થિતિથી બચવામાં મદદરૂપ બની શકે છે.
આ પણ વાંચો: સાણંદમાં ટ્રેક્ટર પલટી જતાં ચાલકનું મોત! ખેતરમાં ફસાયેલું ટ્રેક્ટર બહાર કાઢતી વખતે સર્જાયો ગમખ્વાર અકસ્માત
આ પણ વાંચો: રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો આપઘાત, દંપતી અને પુત્રનું સારવાર દરમિયાન મોત
